જૂનાગઢ ભવનાથ સ્થિત શ્રી ભારતી આશ્રમ સ્થિત બ્રહ્મલીન ભારતીબાપુના શિષ્ય અને ભારતી આશ્રમના મંહત હરિહરાનંદ ભારતીબાપુને મહામંડલેશ્વરની પદવી અપાઈ

   

 જૂનાગઢ ભવનાથ સ્થિત શ્રી ભારતી આશ્રમ સ્થિત બ્રહ્મલીન ભારતીબાપુના શિષ્ય અને ભારતી આશ્રમના મંહત હરિહરાનંદ ભારતીબાપુને મહામંડલેશ્વરની પદવી અપાઈ આ મહા શુભ અવસરે લુહાર યુવા સમન્વય -  સિંહસ્થ સેના દળનાં જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી તથા જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લા મિડીયા ઇન્ચાર્જશ્રી ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે આ પ્રસંગે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દળની જુનાગઢ જિલ્લાની નવ નિયુક્ત ટીમ સભ્યો પણ સહભાગી બન્યા હતા

વિગત મુજબ અત્યાર સુધી મોટાભાગે કુંભના મેળામાં જ સાધુઓને મહામંડલેશ્વરનો દરરજો આપવામાં આવતો હતો તે દરરજો સૌ પ્રથમવાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાં જૂના અખાડાના સંતને આપવામાં આવ્યો હતો, સનાતન ધર્મમાં સાધુઓનું ખૂબ મહત્વ છે અને સાધુઓમાં મહામંડલેશ્વરનો દરજ્જો એ વધુ મહત્વનો છે. કોઈપણ અખાડાના સાધુઓને મહામંડલેશ્વરનો દરજ્જો આપવો હોયતો તેની વિધિ આજ સુધી કુંભ મેળાઓમાં થતી હતી. હવે આ વિધિ-વિધાન સાથે જુનાગઢ જૂના અખાડાના મહામહંત બ્રહ્મલીન ભારતીબાપુના શિષ્ય અને ભારતી આશ્રમના મંહત હરિહરાનંદ ભારતીને  મહામંડલેશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો હતો આ દરજ્જો શ્રી ૧૦૦૮ આચાર્ય અવધેશાનંદજી તથા સાધુ સંતોના મુખ્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સૌ પ્રથમવાર જૂનાગઢમાં મહામંડલેશ્વરનો સાધુઓને દરજ્જો આપવાની વિધિ જૂનાગઢના ભારતી આશ્રમ અને રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે યોજાઇ હતી. આ તકે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા સાથે  લુહાર યુવા સમન્વય -  સિંહસ્થ સેના દળનાં જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાજેશભાઈ કવા તથા જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લા મિડીયા ઇન્ચાર્જશ્રી વિનોદભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે આ પ્રસંગે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દળની જુનાગઢ જિલ્લાની નવ નિયુક્ત ટીમ સભ્યો જેમાં 

1. મનોજભાઇ મગનભાઇ વાધેલા

જૂનાગઢ જિલ્લા પ્રમુખશ્રી, 

2. દીનેશભાઇ અમરશીભાઇ પીઠવા

જુનાગઢ જિલ્લા ઉપપ્રમુખશ્રી

3. પરેશભાઈ વૃજલાલ પરમાર જૂનાગઢ જિલ્લા મહામંત્રીશ્રી

4. બિપીનભાઈ મનસુખભાઈ મકવાણા

જુનાગઢ જિલ્લા સહમંત્રીશ્રી

5. હિતેશભાઇ અશ્ચિનભાઇ મકવાણા

જુનાગઢ જિલ્લા સંગઠ્ઠન મંત્રી

6. કિશોરભાઇ બાબુભાઇ વાધેલા

જુનાગઢ જિલ્લા સંગઠ્ઠન મંત્રીશ્રી

7. ભાવેશભાઈ દીનેશભાઈ કવા

જુનાગઢ જિલ્લા મિડીયા સેલ

વગેરે સભ્યો સહભાગી બની  ઉપસ્થિત રહી પૂજ્ય બાપુના આશીર્વાદ મેળવ્યા હતા


આ પ્રસંગે ભારતી આશ્રમનાં લઘુ મહંત સ્વામીશ્રી મહાદેવ ભારતી બાપુ દ્વારા લુહાર યુવા સમન્વય -  સિંહસ્થ સેના દળ (સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી) નાં  ઉપસ્થિત તમામ લોકોનું મોમેંટો દ્વારા સન્માન સત્કાર કરવામાં આવ્યો હતો,. જ્યારે જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાજેશભાઈ કવા તથા જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લા મિડીયા ઇન્ચાર્જશ્રી વિનોદભાઈ મકવાણા બંને મહાનુભાવો દ્વારા લુહાર સમાજ જુનાગઢ વતી અગતા સ્વાગતા માટે ભારતી આશ્રમનાં લઘુ મહંત સ્વામીશ્રી મહાદેવ ભારતી બાપુનો આભાર માન્યો હતો..

માહિતિ પ્રસારિત : લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના ગુજરાત પ્રદેશ મિડીયા સેલ વિભાગ


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું