શ્રી વિશ્વકર્મા સમાજ (પંચાલ) ના અગ્રણી તેમજ ભાજપ ના આગેવાન નેતા ના રહયસમય મુત્યુ થી સમાજ માં જસ્ટિસ ની માંગ

 મહીસાગર : તા. 05/08/2021 ના રોજ મહીસાગર જિલ્લા ના પંચાલ સમાજ તેમજ ભાજપ ના આગેવાન ની હત્યા થી સમાજ માં દુઃખ ની લાગણી પર્વતી છે


       તા. 05/08/2021 ના રોજ મહીસાગર જિલ્લા ના પંચાલ સમાજ તેમજ ભાજપ ના આગેવાન ત્રિભોવન દાસ પંચાલ અને તેમની પત્નિ ની જે રીતે રહસ્યમય અને નિર્દયી રીતે હત્યા કરવામાં આવતા શ્રી વિશ્વકર્મા સમાજ માં ઘેરા પત્યાઘાત પડ્યા છે. શ્રી વિશ્વકર્મા સમાજ ની સંસ્થા ઓ તથા સમાજ ના અગ્રણી ઓ એ આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

💥 પ્રાઇડ ઓફ પંચાલ ( વિશ્વકર્મા ટીમ )


જય વિશ્વકર્મા દાદા

વિશ્વકર્મા સમાજ એક શાંત સ્વભાવવાળો સમાજ છે અને હંમેશા દરેક સમાજના લોકો સાથે હળીમળીને રહે છે. 

અમારા સમાજના આગેવાન એવા ત્રિભોવનભાઈ પંચાલ તેમજ તેમની પત્ની ની અજાણ્યા ઈસમો એ હત્યા કરી છે. આ ઘટના જાણીને અમે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. અમારી  પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ગુજરાત સરકાર શ્રી તેમજ પોલીસ S.P શ્રી ને વિનંતી કરીયે છીએ  કે આ અજાણ્યા ઈસમોને જલ્દી થી પકડી ને તેમને સખતમાં સખત સજા થાય તેવી કાર્યવાહી કરે. આવું ફરી થી બીજા કોઈ જોડે ના થાય એ માટે ગુનેગારો ને કાયદાની શક્તિ બતાવી ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે.

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) આ દુઃખના સમયે પિડીત પરીવાર સાથે છે અને એમને ન્યાય મળે એવી સરકાર ને વિનંતી કરે છે.


===================
💥 પંચાલ યુવા સંગઠન


    મહીસાગર પંચાલ સમાજના અગ્રણી ત્રીભોવનભાઇ પંચાલ અને એમના ધર્મપત્નીની આજ રોજ વહેલી સવારે અજાણ્યા વ્યકિતઓ દ્વારા નીર્મમ હત્યા કરવામાં આવી છે. તેના થી પંચાલ યુવા સંગઠન સમગ્ર ટીમ વ્યથિત છે અને દૂખની લાગણી અનુભવે છે. 

ઘટનાની જાણ થતા જ સવારથી જ પંચાલ યુવા સંગઠનની ટીમ ધટના સ્થળ પર પહોચી ગઈ હતી તેમના પરીજાનો ને મળી પોલીસ અને સ્થાનિક પ્રસાસન સાથે મળી યોગ્ય ન્યાય મલે અને આ ગુન્હા સાથે સંકળાયેલા અપરાધીઓને સખત માઁ સખત સજા થાય તે માટે પ્રયત્નો કરી રહી છે આગળ પણ આ કેશ ઉકેલાય નહી ત્યા સુધી સમગ્ર ટીમ સતત પ્રયત્નશીલ રહેશે. 

વિશાલ પંચાલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ,
પંચાલ યુવા સંગઠન



  આજ રોજ પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ, વિશાલભાઇ પંચાલ અને પંચાલ યુવા સંગઠનના વિવિધ જીલ્લાના પ્રમુખોએ ત્રિભોવનભાઇ પંચાલ અને તેમની ધર્મપત્નીની હત્યાના સંદર્ભે મુલાકાત કરી.


    મહીસાગર પંચાલ સમાજના અગ્રણી ત્રીભોવનભાઇ પંચાલ અને એમના ધર્મપત્નીની નીર્મમ હત્યા કરવામાં આવી હતી એના સંદર્ભમાં પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલ અને દરેક જીલ્લાના પદાધીકારીઓ સ્થળ પર જઇ ધટનાની તપાસ કરી ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક અને ભા.જ.પા. ના મહીસાગર જીલ્લા પ્રમુખ, દસરથસિંહ બારીયા ની મુલાકાત લીધી હતી અને ધટનામાં સહેજ પણ ભીનું ન સંકેલાય અને યોગ્ય ન્યાયીક તપાસ કરી ગુનેગારને તાત્કાલીક જડપી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી. પરીવારજનોને સાંત્વના આપી અને હત્યારા જલ્દી પડકાય તે માટે પ્રક્રીયા કરી હતી. જયા સુધી ગુનેગારો ના પકડાય ત્યા સુધી પંચાલ યુવા સંગઠન સતત પડખે ઉભુ રહેશે. 

જેમાં મહીસાગર જીલ્લા, ખેડા, અરવલ્લી, અમદાવાદ અને વિવિધ જીલ્લાના પદાધીકારીઓ  નીતીનભાઇ પંચાલ, ડેલીગેટ, કડાણા અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

આવતી કાલ સાંજ સુધીમાં ગુનેગારનું પગેરૂ નહી મલે તો પંચાલ યુવા સંગઠન સમગ્ર ગુજરાતમાં ન્યાય મલે તે માટે ગુનેગારો ના પકડાય ત્યા સુધી આંદોલન કે અનસન જે પણ કરવાનું થશે તે કરશે. : વિશાલ પંચાલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ
=================

💥 મેહુલભાઈ પંચાલ



 


 મેહુલભાઈ પંચાલ દ્ધારા મહિસાગર જિલ્લાના ત્રીભોવનદાસ અને તેમની પત્ની ની હત્યા ની તાત્કાલિક તપાસ માટે રજુઆત


તા.૫-૮-૨૦૨૧ ના રોજ મહિસાગર જીલ્લાના પંચાલ સમાજ ના તેમજ ભાજપ ના આગેવાન ત્રીભોવનદાસ પંચાલ અને તેમની પત્ની ની જે રીતે રહસ્યમય અને નીદૅય રીતે હત્યા કરવામાં આવતા પંચાલ સમાજ માં આ બાબત ની તાત્કાલિક અને નીષ્પક્ષ તપાસ થાય તે માટે ની માંગ ઉઠતા NSUI ના વીદ્યાર્થી નેતા તેમજ વીશ્વકમૉ યુવા સેના ના ગુજરાત પ્રદેશ મહામંત્રી મેહુલભાઈ પંચાલ દ્ધારા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને આ બાબતે તાત્કાલિક તપાસ હાથ ધરવાના આદેશ કરવા તેમજ આરોપી ને પકડી યોગ્ય ન્યાય આપવા માટે ની રજુઆત કરવામાં આવી.





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું