રાજ્ય સભા સાંસદ શ્રી રામચંદ્રજી જાંગડા ગુજરાત ની મુલાકાતે

 ગાંધીધામ : સત્તર સપ્ટેમ્બર ના દિલ્હી માં યોજાનાર શ્રી વિશ્વકર્મા મહા સંમેલન ના અનુલક્ષીને શ્રી રામચંદ્ર જી જાંગડા ગુજરાત ની મુલાકાતે આવી રહ્યા છે.


     દિલ્લી માં 17 સ્પેમ્બર ના રોજ શ્રી વિશ્વકર્મા સમાજ નું મહા સંમેલન થવા જઈ રહ્યું છે જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. આ સંમેલન માં ભારત ના દરેક રાજ્ય માંથી શ્રી વિશ્વકર્મા સમાજ ના લોકો આવવા ના છે અને આ કાર્યક્રમ ની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે.

    આ કાર્યક્રમ ના અનુલક્ષીને શ્રી વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહેન્દ્ર વિશ્વકર્મા જી ના કહ્યા મુજબ આ સંમેલન માં અંદાજે 25 લાખ થી વધારે વિશ્વકર્મા વંશજો મળવાના છે. આ તમામ કાર્યક્રમ ના ભાગ રૂપે આ ગુજરાત પ્રવાસ રાખવામાં આવ્યો છે.

 મળતી માહિતી મુજબ શ્રી રામચંદ્રજી જાંગડા (રાજ્યસભા સાંસદ) અમદાવાદ તથા ગાંધીધામ માં પધારશે. જેમાં તા. 07/08/2021 ને શનિવાર ના રોજ સાંજે 6 થી 7 ગાંધીધામ માં શ્રી વિશ્વકર્મા સમાજ ના લોકો ને મળશે

    આ મુલાકાત માં આવનારી 17 સપ્ટેમ્બર ના રોજ દિલ્લી માં યોજાનારું શ્રી વિશ્વકર્મા સમાજ નું સંમેલન વિશે ચર્ચા વિચારણા કરશે જ્યારે રવિવાર ના રોજ અમદાવાદ માં સમાજ ના આગેવાનો સાથે બેઠક કરશે





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું