અંજાર ( કચ્છ ) : શ્રી વિશ્વકર્મા સમાજ ના યુવાનો દરેક ક્ષેત્ર માં પોતાનો દબદબો જમાવતા આવ્યા છે સાથે સાથે બાળકો અને વડીલો પણ પોતાનું સ્થાન મહત્વ નું બનાવતા રહ્યા છે.
આવુજ કાર્ય શ્રી વિશ્વકર્મા સમાજ ની દીકરી કુ. ધૈર્યા મેહુલભાઈ પિત્રોડા જે શ્રી વિશ્વકર્મા સમાજ ના લુહાર સમાજ ના છે. જે મૂળ કચ્છ માં આવેલા અંજાર શહેર ના વતની છે. અને હાલ અંજાર રહે છે. મેહુલભાઈ પિત્રોડા મેડિકલ લાઈન માં માર્કેટિંગ નું કામકાજ કરે છે. કુ. ધૈર્યા ની માતા એક અપ પ્રાઇમરી સ્કૂલ માં સ્કૂલ ટીચર છે.
એક અખબારી યાદી મુજબ જિલ્લા કક્ષા એ યોજાયેલ અન્ડર 17 સુબ્રતા મુખર્જી ફુટબોલ કપ પણ સિલેક્શન થયું હતું. અને એ ટીમ વિજેતા બની હતી. અને ખેલ મહાકુંભ માં પણ કુ. ધૈર્યા ભાગ લઈ ચુકી છે.
અંજાર ની કુ. ધૈર્યા એ અખિલ નટરાજ આંતર સાંસ્કૃતિક સંગ દ્વારા યોજાયેલ ઇન્ટરનેશનલ વલ્ડ ડાન્સ કોમ્પ્યુટશન શેસન 3 માં ભાગ લઈ ક્લાસિક ડાન્સ રજૂ કરી ત્રીજો કર્મ મેળવી અને શ્રી વિશ્વકર્મા સમાજ નું નામ રોશન કર્યું હતું.
આ કોમ્યુટેશન માં દેશ વિદેશ જેવાકે લંડન, પેરિસ, ઇન્ડોનેશિયા, અને સિંગાપુર ના નૃત્યકારો એ ભાગ લીધો હતો. અને આવા ટફ કોમ્યુટેશન માં કુ. ધૈર્યા એ સફળતા મેળવી હતી.
આ કોમ્યુટેશન માં જજ તરીકે ગુરુવર્યા શોભના ભાર્ગવન મેમ ( મહારાષ્ટ્ર ),ગુરુવર્યા શુભ્રા મિશ્રા મેમ (હરિયાણા), ગુરુ વર્યા વૈશાલી જેથી ( ગુજરાત),ગુરુવર્ય સોમાલી પાલ (મુંબઈ ) વગેરે જજોએ નિર્ણય લીધો હતો.
કુ. ધૈર્યા ના ફેમિલી મેમ્બર ના જણાવ્યા મુજબ કુ ધૈર્યા જ્યારે ચાર વર્ષ ની હતી ત્યાર થીજ ડાન્સ નો અભ્યાસ કરે છે. અને આજે ધૈર્યા ચૌદ વર્ષ ની નાની ઉંમરમાં આટલી બધી સફળતા પ્રાપ્ત કરી છે. અને કુ. ધૈર્યા ધોરણ નવ માં અભ્યાસ કરે છે. અને અભ્યાસ ની સાથે ડાન્સ ની પણ પ્રેક્ટિસ પણ કરે છે.










