કહેવાય છે કે તમે કરેલા સારા કાર્યો ક્યારે એળે જતા નથી અને ઉપરવાળો એનું ફળ ક્યારેક તો જરૂર થી આપે છે.
આપણા સમાજ ને આપણી જરૂરત હોય અને જો સમાજ નો ભાઈ એને સાથ ના આપે એ કેવું લાગે ? આપણે વિચારતા પણ સંકોચ થાય છે. અને જ્યારે આપણા દુઃખ માં આપણા ભાઈઓ આપણી સાથે હોય ત્યારે આપણું દુઃખ આપણે બોનું લાગે.
આવુજ સારું કાર્ય અને ભાઈ ના દુઃખ માં સહ ભાગી થયું પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ)
આ સંસ્થાદ્વારા હર હમેશ સમાજ ના ભાઈઓ ની મદદ કરવામાં આવતી હોય છે અને શ્રી વિશ્વકર્મા સમાજ ના હિમાંશુ ભાઈ ને પણ આ સંગઠન દ્વારા આર્થિક સહાય કરવામાં આવી હતી.
શ્રી વિશ્વકર્મા સમાજના હિમાંશુ ભાઈ મુળજીભાઈ પંચાલ (ઉંમર ૨૭ વર્ષ) (ગામ: ગઢોડા, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા) નો રોડ અકસ્માત થયો હતો. અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ સ્વાસ્થ્ય માં કોઈ સુધારો થયો નથી. અને તેઓ ઘણા સમયથી પથારી વશ છે. જેથી આ પરિવારમાં કોઈ આવક નથી કેમ કે ઘર ની આવક નો એક માત્ર શ્રોત હિમાંશુભાઈ હતા. જેથી તેમના પરિવાર દ્વારા વિશ્વકર્મા સમાજ તેમને મદદ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. આ માહિતી SV NEWS દ્વારા પોતાની ન્યૂઝ ચેનલ માં પણ આપી હતી.
આ પરિવારની વાત પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) ના ધ્યાનમાં આવી હતી અને તેમના પરિવારને મદદ થાય તે માટે સંસ્થાના સભ્યો અને વિશ્વકર્મા સમાજના સેવાભાવી ભાઈઓ તથા બહેનો દ્વારા આર્થિક સહાય કરવામાં આવી હતી તથા હિમાંશુભાઈ ની સારવાર માટે પરિવાર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી.
આર્થિક સહાય આપવા માટે સંસ્થાના સભ્યોનો અને સમાજના સેવાભાવી ભાઈઓ તથા બહેનોનો તથા વિશ્વકર્મા સમાજ સિવાય ના માનવસેવા માં માનનારા લોકો એ પણ આ પુણ્ય ના કામ માં સહયોગ કર્યો હતો. આવા તમામ નામી અનામી લોકોનો પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન તથા SV NEWS GROUP આભાર માને છે.
પ્રાઈફ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) તથા SV NEWS GROUP સમાજના તમામ સંસ્થાઓ,સંગઠનો અને સમાજના દાતાશ્રીઓ ને વિનંતી કરે છે કે હિમાંશુભાઈ ને મદદ કરવા માટે આગળ આવે..
હિમાંશુભાઈ ને મદદ કરવા માટે પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશનનો અથવા હિમાંશુભાઈ ના પરિવારનો સંપર્ક કરી શકો છો જેમના નંબર નીચે પ્રમાણે છે.
કિંજલબેન 9558480147
(હિમાંશુભાઈ ના બહેન)
નયનભાઈ 7621971573
(હિમાંશુભાઈ ના મિત્ર)


