શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા રાશન કીટ વિતરણ

  હાલ માં કોરોના કાળ માં લોકો ના રોજગાર ધંધા ભાગી પડ્યા છે ત્યારે લોકો ને ઘર ચલાવું મુશ્કેલ બન્યું છે આવા કપરા સમય માં શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા માનવતા મહેકી ઉઠી હતી

વિશ્ર્વકમાઁ સમાજ ની શ્રી ધાન્ધાર પંચાલ સેવા સમાજ- વિરાટનગર ઢ્રારા  વિધવા બહેનો ને કરીયાણા તથા મસાલા ની ૬૩ કીલો ની કીટ નુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું

શ્રી ધાન્ધાર પંચાલ સેવા સમાજ-વિરાટનઞર , ઓઢવ, અમદાવાદ ઢ્રારા સમાજ ની નિસહાય વિધવા બહેનોને કરીયાણા-મસાલા ની ટોટલ ૬૩ કીલો ની ૩૫ કીટ નુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું 

આ તમામ વિતરણ વ્યવસ્થા મા સમાજ અગ્રણી ઓ અને  ભાઇઓ તથા મહીલા ઉત્કર્ષ સમીતી ના બહેનો હાજર રહી સરકારી શ્રી  ના નિયમો નુ પાલન કરી કીટ વિતરણ કરેલ હતું

આ તમામ માહિતી શ્રી ધાન્ધાર પંચાલ સેવા સમાજ-અમદાવાદ ના મંત્રી શ્રી અરવિંદ પંચાલ દ્વારા આપવામાં આવી હતી

Ad...



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું