રાજકોટ મહાનગરપાલિકા - આરોગ્ય શાખા આયોજીત ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટના સહયોગથી ફ્રી કોરોના વેકસીન કેમ્પ


      ગુર્જર સુતાર પ્રગતિ મંડળ ના ૪૫ કે તેથી વધુ વર્ષથી ઉપરના તમામ સભ્યો તથા કુટુંબીજનો તેમજ રાજકોટ શહેરમાં વસતા તમામ ગુર્જર સુતાર જ્ઞાતીજનો રાજકોટ શહેરની તમામ ગુર્જર સુતાર જ્ઞાતીની સંસ્થાઓ અને તેમના સભ્યો માટે તા. 05/04/2021 (સોમવાર) ના સવારે 09 થી 01 અને બપોર બાદ 03 થી સાંજે 07 વાગ્યા સુધી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ બાલાજી ઇન્સ્ટ્રીયલ પાર્ક , જુના જકાતનાકા પાસે , પટેલ કન્યા છાત્રાલય પાછળ , ગોંડલ રોડ , રાજકોટ ખાતે વિના મુલ્યે વેકસીન નું આયોજન કરેલ છે. ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્રારા ગુર્જર સુથાર જ્ઞાતીજનો ને નમ્ર અપીલ કરવામાં આવી છે કે વેકિસન જરૂર થી લેવી. ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા જણાવવા માં આવ્યું છે કે રસીકરણ માટે આપ જ્યારે જાવ ત્યારે આધાર કાર્ડ ની ઝેરોક્ષ અથવા અન્ય ઓળખ કાર્ડ સાથે રાખવા કહેવામાં આવ્યું છે. જ્યારે પણ આપ રસીકરણ માટે જાવ ત્યારે ભુખ્યા પેટે જવું નહિ પરંતુ નાસ્તો કરીને રસી લેવા માટે જવાનું રહેશે.


Ad

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું