હાલ માં રાજકોટ માં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ ટ્રસ્ટની વર્ષ ૨૦૨૧-૨૪ની ચૂંટણી પ્રક્રિયા અનુસાર તા . ૦૪ / ૦૪ / ૨૦૨૧ ને રવિવારના રોજ યોજવામાં આવેલ મતદાન કાર્યક્રમ રદ કરવામાં આવેલ હતો. અને ચૂંટણી પ્રક્રિયા મુજબ રાજકોટ સમાજ ની કમિટી માટે ભરીને આવેલ ફોર્મની ચકાસણી કરતાં આવેલ દરેક ફોર્મ માન્ય ગણેલ હતા . અને તા . ૩૧/૦૩/૨૦૨૧ સુધીમાં ચકાસણી કરેલ ફોર્મ માંથી કોઇપણ ઉમેદવારી પાછી ખેંચાયેલ ન હતી , તેથી રાજકોટ સમાજ માં આવેલ તમામ નામો એટલે કે "શ્રી રસિકભાઇ દામજીભાઇ બદ્રકિયાની" એકમાત્ર પેનલ જ હોવાથી આ ચૂંટણી પ્રક્રિયા બિનહરીફ જાહેર કરવામાં આવી હતી . અને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન કરવાનું રહેતું ન હોવાને કારણે તા . ૦૪/૦૪/૨૦૨૧ રવિવારના યોજવામાં આવેલ મતદાન અંગેની પ્રક્રિયા કરવાની રદ કરી હતી. અને મતદાનનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ હતો.
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના ચૂંટણી અધ્યક્ષ શ્રી પ્રવિણભાઇ જે . અઘારા ,
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ ના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકીયા ની વરણી ના સમાચાર મળતા ની સાથે મિત્ર વર્તુળ સ્નેહીજનો તથા સમાજ તરફથી અભિનંદન ની વર્ષા થઇ હતી.
SHREE VISHWAKARAMA NEWS GROUP
દ્વારા શ્રી રસિકભાઈ બદ્રકીયા સતત ત્રણ વખત થી પ્રમુખ બનવા બદલ તથા તેની ટીમ ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

