કચ્છી મેવાડા સુથાર સમાજના સ્થાપક ભુ.પ્રમુખ ની વિદાયથી સમાજ ને ક્યારે ના પુરી શકાય તેવી ખોટ પડી છે

                                      
   શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજ ભુજ નાં સ્થાપક પ્રમુખ અને મિરજાપર ગામ ના વતની તેમજ સમાજ નો હિત હંમેશા જેમના હૈયે વસેલું હતું, સમાજ ના બાળકો નાં શિક્ષણ,રોજગાર તેમજ સમાજ ના ભવિષ્ય માટે હંમેશા ચિંતિત, દીર્ઘ દર્ષ્ટી વાળા અને સમાજ ના દિલેર દાતા, સમાજ શ્રેષ્ઠી એવા સ્વ.શ્રી નારણભાઇ સામતભાઈ ચૌહાણ (સુથાર) નાં નિધન થી સમાજ ને ક્યારેય નાપુરાય તેવી ખોટ પડી છે.

     સ્વ.શ્રી નારણ બાપા સમાજ ના પ્રથમ પ્રમુખ હતા તેની સાથે સાથે સમાજ ની પ્રથમ સમાજવાડી તેમજ ભવ્ય ધામ જેવા વિશ્વકર્મા મંદિર નો નિર્માણ નો કામ પણ એમની આગેવાની તેમજ દેખરેખ હેઠળ પૂરું કરી ને સમાજ ને અણમોલ ભેટ આપી હતી. અને આજે સમગ્ર જ્ઞાતિ જે વડલા રૂપી સમાજ ના છાંયા હેઠળ બેઠો છે અને સમાજ વટવૃક્ષ બન્યો છે એના બીજ સમાજ ના પ્રબુદ્ધ વડીલો એ વાવ્યા છે. એમાં સદગત શ્રી નારણ બાપા નો વિશેષ યોગદાન રહ્યું છે.

    તેવી જ રીતે સમય જતા સમાજ વટવૃક્ષ સમાન બની અને સમાજ નું સંગઠન વધતું ગયું અને સમાજવાડી પણ જ્યારે ટુંકી થવા લાગી ત્યારે સમય ની જરૂરિયાત ને તત્કાલીન પ્રમુખ શ્રી નારણ બાપા ની દિર્ગ દૃષ્ટિ એ પારખી અને પોતે સમાજ ના દરેક ઘરે ઘરે તથા ગામે ગામે ફર્યા તેમજ સ્વખર્ચે વિદેશ પણ ગયા અને સમાજ ના દાતાઓ પાસે થી ફંડ એકત્ર કરી ને સમાજ ને વધુ એક સમાજવાડી ની ભેટ આપી જેની સમાજ હંમેશા ઋણી રહેશે.

   તે રીતે તેમણે સમાજ માં સમૂહલગ્ન જેવા ઉત્સવ થાય જેનાથી સમાજ નો નાણાં અને સમય નો વ્યય થતો અટકે એ માટે તેમણે ગ્રુપ લગ્ન ની પહેલ કરી તેમાં પોતે આર્થિક સાધનસંપન્ન સુખી હોવા છતાં પણ પોતાના પુત્ર નાં લગ્ન કરી ને એક આદર્શ પ્રમુખ નો ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

   ઘસાઈને ઉજળા થઈએ કહેવત ને સાર્થક કરતા હોય એમ તેમણે તેમના જીવનકાળ દરમિયાન સમાજ અનેકવિધ સેવાકીય પ્રવૃતિ કરી ને પોતાનો જીવન સુગંધિત કર્યું હતું. તેમણે પોતાનું આખું જીવન સમાજ માટે ઘસી નાખ્યું એવું કહીએ તો પણ અતિરેક નહિ લાગે.

    મોર નાં ઈંડા ચીતરવા ન પડે એમ તેમના આ સમાજસેવી જીવન દરમિયાન તેમના ધર્મપત્ની ગં.સ્વ.શ્રી લક્ષ્મી બેન પણ હંમેશા બાપા નાં સમાજસેવી જીવન માં પડખે રહ્યા તેમજ તેમના બાળકો માં પણ પિતા જેવા જ સંસ્કારો અને આદર્શો નું સિંચન કરી આદર્શ પત્ની તરીકે પોતાની ફરજ નિભાવી હમેશા મદદરૂપ થયા હતા. તથા તેમના સૂપુત્રો પ્રેમજીભાઈ, પુરુષોત્તમભાઈ તથા દીપકભાઈ પણ તેમના પિતા નાં વારસા ને આગળ વધારતા હંમેશા સમાજ માટે સમાજ ના બાળકો માટે પુસ્તકો નોટબુક હોય કે સમાજ ના સમૂહલગ્ન જેવા મોટા આયોજન હોય તેમાં ઉદાર હાથે દાન આપી પિતા નાં વારસા ને આગળ વધારતા રહ્યા છે.

   આમ સમાજ એ પોતાનું અમૂલ્ય રત્ન ગુમાવ્યું હોય એમ સમાજ રત્ન સ્વ.શ્રી નારાણભાઇ સામતભાઈ ચૌહાણ (બાપા) ની વિદાય થી શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજ ભુજ ને કદીયે નાં પુરાય તેવી ખોટ પડી છે.

માહીતી : નરેન્દ્ર સુથાર (સુમરાસર)

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું