ગુજરાત યુનિવર્સિટી માં આંતરરાષ્ટ્રીય "મહિલા દિવસ" પર શ્રી વિશ્વકર્મા સમાજ ની મહિલાઓ નું આયોજન

બી.કે સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ અને ચેરમેન આઇ.એસ. ટી . ડી અમદાવાદ ડૉ . નિલમ પંચાલ 
    અમદાવાદ :  ગુજરાત યુનિવર્સિટી માં આવેલ બી.કે સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા તારીખ ૮ માર્ચ , ૨૦૨૧ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ને " એક શામ સંપૂર્ણતા કે નામ " વિષય હેઠળ વર્ચ્યુઅલ આયોજન કરેલ હતું . જે ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલોપમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નન્સ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ . આ કાર્યક્રમ નું તારીખ ૮ માર્ચ ૨૦૨૧ માં બપોરે ૪:૦૦ વાગ્યે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડૉ.હિમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ શ્રી ડૉ . જગદીશ ભાવસાર , બી.કે સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ ના ડિરેક્ટર શ્રી ડૉ.પ્રતીક કંચન નેશનલ પ્રેસિડેન્ટ ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ( ISTD ) ડૉ.નટરાજ રે , હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નન્સ ( DPPG ) , તથા એસોસિયેટ પ્રોફેસર , બી.કે સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ અને ચેરમેન આઇ.એસ. ટી . ડી અમદાવાદ ડૉ . નિલમ પંચાલ , રેડિયો હોસ્ટ રેડિયો લવ 104 E.M આર.જે હર્ષ તલાટી , પ્રોગ્રામ હેડ ઓરીગા એન્ટરટેનમેંન્ટ | ન્યુઝ ચેનલ , શ્રી નિરવ રાજગોર હાજર રહ્યા હતા . આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના આ કાર્યક્રમ માં અલગ - અલગ ક્ષેત્ર માં અવ્વલ ૨૧ મહિલાઓ એ પોતાનું વ્યક્તવ્ય આપી કાર્યક્રમ ની વધુ સુંદર બનાવેલ હતો .આ કાર્યક્રમ ની વુમન પેનલ માં એસોસીએટ પ્રોફેસર , ચેરમેન નિરમા યુનિવર્સિટી , ના શ્રી ડૉ.નીના મુનયેરજી , પ્રોફેસર બી.કે સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ , ગુજરાત યુનિવર્સિટી . ડૉ.માર્ગી પરીખ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભરૂચ , શ્રી સંગીતા મિસ્ત્રી પ્લેસમેન્ટ ઓફિસર ( P.R.o ) , ગુજરાત યુનિવર્સિટી ડૉ . કિંજલ દેસાઈ એસોસીએટ પ્રોફેસર , ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ , નિરમા યુનિવર્સિટી ડૉ.સપના પરાસર , અમિટી યુનિવર્સિટી ઓફ સાયકોલોજી એન્ડ અલાઇડ સાઈન્સ , ડૉ.મમતા મહાપાત્રા , સાયકોલોજીસ્ટ અને ફાઉન્ડર , ડિરેક્ટર કોર્પોરેટ પારિજાત , ડૉ.હર્ષા ખંડેલવાલ , Ex . ક્લાસ -૧ ગવરર્મેન્ટ ઓફિસર , શ્રી મીના લુબા મુકુલ , કલીનિકલ હાયપોથીરિપિસ્ટ એકા , અમદાવાદ . શ્રી ધુવા શેઠ , એસોસિએટ પ્રોફે . અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ મેરીટાઇમ મેનેજમેન્ટ , બી.કે સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ , ડૉ . મેહલ પંડ્યા , ફાઉન્ડર સમુદાય સમર્થન મંચ , મેનેજર શ્વેતા ઉપદ્યાય , પ્રોફે કોર્ડીનેટર ડૉ . અંકિતા કથીરીયા , એસ.જી. પી . આઇ.અને વાઇસ ચેરમેન ( ISTD ) અમદાવાદ.ડૉ.તન્વી કોઠારી , ડિરેક્ટર સી . ઇ.ઇ. આઇ . વિઝિટિંગ ફેકલ્ટી ( N.M.L.M.S ) મુંબઈ.ડૉ . દેબજાની દાસ , આસિસ્ટન્ટ ઓફ લો એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ કન્સ્ટીટયૂશનલ ગુજરાત યુનિવર્સિટી.ડૉ.પ્રાચી મોટીયાની , પ્રો.આઇ.ઇ.સી. મેનેજમેન્ટ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર બાંદ્રા , મુંબઈ , ડૉ.હર્ષા જરીવાલા . અસીટન્ટ પ્રો.એન્ડ કોર્ડીનેટર , પી.પી . સવાણી યુનિવર્સિટી એન્ડ કોર્પોરેટ ટ્રેનર ડૉ . તેજલ પટેલ પ્રો.એન્ડ ફાઉન્ડર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ટેલિજન્સ . ગુજરાત યુનિવર્સિટી , ડૉ.મમતા બ્રહભટ્ટ પ્રો . ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ઓફિસર , ( EX.Tcs system Anal . ) પ્રો.અમીષા મહેતા શાહ , સોશિયલ એન્ટરપ્રેન્યોર અને ફાઉન્ડર ઓફ ( Wastengage Pvt.Ltd . ) શ્રી ફાની ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા . તેઓના વ્યક્તવ્યમાં તેઓએ સ્ત્રી સશક્તિકરણ આજના જમાનામાં સ્ત્રી નું મહત્વ , કોર્પોરેટ જગત માં સ્ત્રી નું સ્થાન વગેરે મુદ્દા પર વાત કરેલ . કાર્યકમમાં ડૉ . નીના મુંનજેરજી ' બિંગ અ વુમન ' વિષય પર ચર્ચા કરી , તેમણે વર્તમાન સમયમાં સ્ત્રી સશક્તિકરણ વિશે ખૂબ રસપ્રદ વાત કરી હતી . ત્યારબાદ ડૉ માર્ગો પરીખ એ " હેપીનેસ " , વિષય પર વાત કરેલ તેઓએ માણસ કરતા સ્ત્રી બનવું એ ગર્વ અને આનંદ ની વાત છે. તેમ અને રોજબરોજ કઈ રીતે સામાન્ય સ્ત્રીએ સમાજમાં ખુશ રહેવું તે વિશે જણાવ્યું હતું . ડૉ . મમતા મહાપાત્રા એ સાયકોલોજી ઑફ પરસેપસન અને રીયાલીટી ઈન વર્લ્ડ ઓફ વુમન ઓફ વર્ક વીષય દ્વારા વર્તમાન સમય માં કાર્ય સ્થળે મહીલા ની સ્થીતી પર પોતાનો દ્રષ્ટિકોણ વ્યકત કયૉ હતો.
     મીના લુમ્બા મુકુલજી એ સ્ટેટસ ઓફ વુમન ઈન ઈન્ડિયા વિષય દ્વારા મહીલા ની આજ સુધી ની સ્થીતી અને સાથે પોતાની એક મહીલા તરીકેની સફર અને પ્રગતિ શીલ રહી મંજીલ સુધી પહોચવાની વાત કરી હતી , શ્રી ધૃવાં શેઠે ' જર્ની ઓફ યંગ એન્ટરપ્રેન્યોર ' વિષય બાબતે પોતાની સફળ બિઝનેસ વુમન તરીકે ની સફર જણાવી હતી . તેઓએ યંગસ્ટર ને પોતાના પેશનથી વળગી ને સફળ થવા અને ગોલઓરીન્ટેડ બનવા જણાવ્યું હતુ . ડૉ . હર્ષા ખંડેલવાલ એ વુમન ઍન્ડ મેન્ટલ હેલ્થ બાબતે વર્તમાન સમયનો ખાસ વિષય જણાવ્યો હતો . તેઓએ સ્ત્રી અને તેની માનસિક તંદુસ્તી અને વર્તમાન સમયમાં સ્ત્રી ની પરિસ્થિતિ વિશે વર્ણવ્યું હતું . ડૉ.મેહલ પંડ્યા એ ' વુમન ઍન્ડ સેલ્ફ ઈન્ટ્રોસ્ટેકશન ' વિષય પર સ્ત્રીને પોતાની અંદર રહેલા આદ્રિત્ય આવડત અને શક્તિ ને ઓળખવાની અને તેને બહાર લાવવાની વાત કરી હતી ડો . પ્રાચી મોટિયાની એ વુમન એન્ડ લો વિશે હેઠળ સ્ત્રી ને વર્તમાનમાં પણ ભોગવવી પડતી સમસ્યાઓ જણાવી હતી . અને સ્ત્રીએ કઈ રીતે કાયદા ની મદદથી પોતાની સક્ષમ બનવું એ જણાવ્યું હતું ડોક્ટર તેજલ પટેલે વુમન એન્ડ લીડરશીપ વિષય દ્વારા સ્ત્રીની એક લીડર તરીકેની પ્રતિભા ઉજાગર કરી હતી ડોક્ટર મમતા બ્રહ્મભટ્ટ વુમન એન્ડ રિસર્ચ વિષય દ્વારા સ્ત્રી ની વર્તમાન સ્થિતિ , સ્ત્રી સશક્તિકરણ વિશે રસપ્રદ વાત કરી હતી. 

      ડોક્ટર ફાની ત્રિવેદીએ વુમન એન્ડ બિઝનેસ વિષય દ્વારા વર્તમાન સમયમાં બિઝનેસ ક્ષેત્રે સ્ત્રી માટે તકો અને સ્ત્રીની એક સફળ બિઝનેસ વુમન તરીકે ની પ્રતિભાવ ઉપર વાત કરી હતી . પ્રોફેસર અમીશા મહેતા શાહે માયથોલોજીકલ વુમન વિષય દ્વારા ભૂતકાળના સમયની સ્ત્રી અને વર્તમાનની સ્ત્રી ની સરખામણી કરી હતી સાથે માતૃત્વ પછી સ્ત્રીની બદલતી સફર વિશે જણાવ્યું હતું ડોક્ટર અંકિતા કથીરિયા વુમન અન્સિયેન્ટ ઈંડિયા ' વિષય દ્વારા પુરાણોમાં સ્ત્રીની સ્થિતિ અને અસર વિશે વાત કરી હતી સાથે વર્તમાનમાં સ્ત્રીની સ્થિતિની સમીક્ષા કરી હતી ડોક્ટર કિંજલ દવે સાથે યુઝ ટુ ચેલેન્જ ' વિષય દ્વારા તેને પડકાર સ્વીકારવા અને વધુ હિંમતવાન બનવા સૂચન કર્યું હતું . ડો . સપના પરાસરે વુમન એમ્પાવરમેન્ટ વિષય પર રસપ્રદ વાત કરી હતી ડો . તન્વી કોઠારીએ સ્ત્રી સશક્તિકરણ પર વાત કરી હતી જ્યારે ડોક્ટર સંગીતા મિસ્ત્રીએ વુમન એન્ડ એજ્યુકેશન વિષય દ્વારા સ્ત્રીને શિક્ષિત થઈને સમાજને શિક્ષિત કરવાનું સૂચવ્યું હતું ડૉ . દેબજાની દાસે ફ્લેક્સિબિલિટી શું ફોર ક્વેશ્ચન્સ વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા ડો . હર્ષા જરીવાલાએ ફાઈનાન્શિયલ એમ્પાવરમેન્ટ વિષય દ્વારા સ્ત્રીઓને પોતાના પગભર થવા માટે પ્રેરિત કર્યા હતા . અહીં ઉલ્લેખનીય છે કાર્યક્રમને વધુ સફળ બનાવવા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નન્સના વિદ્યાર્થીઓએ અથીરા , માનસી , તેજસ્વીની શ્રેયા મણિયાર , ધુવીન ગાંધી , માનસી બારેયા , દિના , નૂપુર , યાત્રી વગેરે પોતાના વિચાર રજુ કરેલ

   આ સાથે શ્રી દર્શિની મેડમ એ પણ વર્તમાન સમયમાં સ્ત્રીના જીવનમાં પાસાઓ દર્શાવીને ખુબ સુંદર વાત આલેખી હતી . કાર્યક્રમમાં DPPG ડિપાર્ટમેન્ટના ટુડન્ટ પુર્વ ધોળકિયા અને પ્રકૃતિ મુકુલ એ શાનદાર રીતે એન્કરિંગ કરી સમગ્ર કાર્યક્રમની દોર સંભાળી હતી આ સાથે સૌનક ઠાકર અને જન્મેજય અમીને સમગ્ર કાર્યક્રમ દરમિયાન IT ની કામગીરી અને કાર્યક્રમનું એડિટિંગ વર્ક પણ સંભાળ્યું હતું સમગ્ર કાર્યક્રમ ટુડન્ટ્સ દ્વારા સંચાલન કરવામાં આવેલ હતો અને બીકે એસપી એમએસ ના તમામ ટુડનટ્સ એ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો .

તમામ માહિતી : ડૉ. નીલમબેન પંચાલ

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું