શ્રી વિશ્વકર્મા સમાજ નો પ્રતિષ્ઠિત એવોડ "વિશ્વકર્મા રત્ન એવોર્ડ-2021"

સમાજની તમામ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા 
    અમદાવાદ : શ્રી વિશ્વકર્મા રત્ન એવોડ 2021 હવે ટુક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં શ્રી વિશ્વકર્મા સમાજની પંદર થી વધુ સેલિબ્રિટી દ્વારા ભવ્ય પર્ફોર્મન્સ આપવામાં આવશે. અને વિશ્વકર્મા સમાજની અનેક પ્રતિભાઓ જેઓએ જિલ્લા, રાજ્ય, તથા રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની નામના મેળવી અને શ્રી વિશ્વકર્મા સમાજનું ગૌરવ વધાર્યું છે આવી સમાજની તમામ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને સમાજ દ્વારા સન્માનિત કરવાના ઉદેશયથી આ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં સમાજની તમામ પ્રતિભાઓ ને સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા સમાજ નો પ્રતિષ્ઠિત એવોડ "વિશ્વકર્મા રત્ન એવોર્ડ-2021" થી સન્માનિત કરવામાં આવશે.
    આ કાર્યક્રમ નું આયોજન શ્રી વિશ્વકર્મા સમાજ ના "પંચાલ યુવા સંગઠન - ગુજરાત પ્રદેશ" દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઍવોડ માટે નોમિનેશન ફોર્મ ભરવાની પ્રકિયા તા. 16/01/2021 થી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં શ્રી વિશ્વકર્મા સમાજની પંચાલ, સુથાર, લુહાર, ગજ્જર તથા તમામ વિશ્વકર્મા વંશજ આ ફોર્મ ભરી શકે છે.
     આ નોમિનેશન ભરનાર સમાજના સભ્યો જેઓએ સંગીત ક્ષેત્રે, ડાન્સ ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, વ્યસાય ક્ષેત્રે અને શ્રી વિશ્વકર્મા સમાજનું ગૌરવ વધાર્યું હોય તેવી તમામ વ્યક્તિ પોતાનું નોમિનેશન ફોર્મ ભરી શકે છે.
  આ ફોર્મ ભરવા માટે પંચાલ યુવા સંગઠને પોતાની વેબસાઈટ https://panchalyuvasangathan.blogspot.com  ઉપર ફોર્મ પણ આપેલ છે, તથા વધુ વિગત માટે પોતાના મોબાઈલ નંબર 9898991110 પણ જાહેર કરેલ છે જેમાં કોઈ પણ વ્યક્તિ પ્રોગ્રામ ની માહિતી તથા પોતાની સ્પોન્સરશીપ આપી શકે છે. આ તમામ માહિતી વિશાલભાઈ પંચાલ - પંચાલ યુવા સંગઠન- ગુજરાત પ્રદેશ દ્વારા આપવામાં આવી હતી.

========================

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું