સમગ્ર વિશ્વકર્મા વંશજ એક બનો નેક બનો ને સમાજ ના દરેક કામ માં સાથે રહો,
વિશ્વકર્મા વંશજ એક વાત ધ્યાન માં લેવાની ખાસ જરુર છે હુ સુથાર છુ, હુ આ છુ, હુ તે છુ, જયા સુધી "હુ" પણું નઈ જાય સમાજ માથી ત્યાર સુધી સમાજ માં એક્તા નઈ આવી શકે. દરેક વિશ્વકર્મા
વંશજના કાર્યકર્તામા અંહકાર છે ત્યાર સુધી સમાજ નો કોઈ ઉધાર થવાનો નથી, જો સમાજ મા કંઈક
કરવાજ માગતા હો તો ફલાણા ગ્રુપ, ઠેકડા ગુર્પને સાઈડ મા મુકિને એક વિશ્વકર્મા વંશજ બનસો તોજ કઈક સમાજ ને ઉચ્ચ સ્થાન આપી શકસો. આવા ગ્રુપ બનાવાથી કોઈ સમાજ નો ઉધાર નઈ થાય અને ક્યારે પણ સમાજ ને કઈ નઈ મળે, જો સમાજ ને
આગળ જ લાવા માગતા હોતો સમગ્ર વિશ્વકર્મા વંશજ એક બની નેક બનો ને સમાજ ના દરેક કામ માં સાથે રહો,
જો સમાજ મા 200 રુપિયા ના ચોપડા આપવાથી સમાજ નુ કંઈ કલ્યાણ થાય
તો એ એક વહેમ છે. સમાજ ને આર્થીક રીતે મજબુત કરવો હોય તો શિક્ષણ માં પાયો મજબુત
કરવાની જરુર છે એના માટે ચોપડા છપાવાની જરુર નથી. સરસવતિ મંદિર ની જરુર છે. જે આવનાર
પેઢીને શિક્ષણ મળતું રહે, આવનાર સમય ની અંદર ચોપડા માગવાની જરુર નઈ પડે. દરેક
વિશ્વકર્મા વંશજે આ વાત ધ્યાન માં લેવાની જરુર છે જ્યાર સુધી શિક્ષણ નો અભાવ રહેશે ત્યાર સુધી સમાજ નો કોઈ ઉધાર નથી, મંદિરો મા ફાળા, ધર્મશાળામાં ફાળા, ચોપડા છપાવામા
ફાળા ઘણા બધા આપ્યા. સમાજે એકવાર શિક્ષણ ના મંદિર માં ફાળો આપજો તમારી આવનારી દરેક
પેઢી ના તમને આર્શીવાદ મળતા રહેશે. દરેક વિશ્વકર્મા વંશજના યુવાન વડિલોએ આ વાત ને
ધ્યાન માં લેવાની જરુર છે. શિક્ષણ થી પાયો મજબૂત થશે તો જ સમાજનુ કંલ્યાણ થશે ..!!!
માહિતી : શ્રી પ્રકાશભાઈ સુથાર (ધાનેરા - બનાસકાંઠા)





ખુબ સરસ કાયઁ કરીરહ્યાછો ધન્યવાદ
જવાબ આપોકાઢી નાખો