મહિસાગર જીલ્લાની ટીમ દ્વારા વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા માટે આવેદનપત્ર અપાયું

     વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા સરકાર દ્વારા મંજુર કરવામાં આવે તેવી માંગ

શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા મહા સુદ તેરસ ના દિવસ ને શ્રી વિશ્વકર્મા જયંતિ ના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે તમામ વિશ્વકર્મા વંશજ કામ થી અલગ રહી રજા રાખતા હોય છે અને સૌ સાથે મળી ને શ્રી વિશ્વકર્મા દાદા ની પૂજા અર્ચના કરતા હોય છે આ દિવસે કોઈ જાહેર રજા ના હોવાથી નોકરી ધંધા કરતા લોકો આ દિવસે પૂજા માં હાજરી આપવામાં તકલીફ પડતી હોવાથી  પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશની મહિસાગર જીલ્લાની ટીમ દ્વારા વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા બાબતે લુણાવાડાના ધારાસભ્યશ્રી જીગ્નેશ ભાઈ સેવક  સાહેબને વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા સરકાર દ્વારા મંજુર કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી આવેદનપત્ર આપ્યુ. જેમાં પંચાલ યુવા સંગઠનના મહિસાગર જીલ્લાના  પ્રમુખ, જલદિપભાઈ પંચાલ, સહમંત્રી  વિનોદભાઇ પંચાલ,ઉપપ્રમુખ સંજયભાઈ પંચાલ તથા સમાજના સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા.
માહિતી : શ્રી વિશાલભાઈ પંચાલ (પંચાલ યુવા સંગઠન)

=========================

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું