ડો.સુનિત વિપિનભાઈ ગજજર ને સૌ પ્રથમ કોવિડ-19 નું વેક્સિન લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત

 વેક્શીન લેવાના સૌભાગ્ય માં પણ વિશ્વકર્મા સમાજ  મોખરે છે 
  દુનિયા આખી કોરોના ની મહામારી  ના રાક્ષસ ની માયા જાળ માંથી છૂટવા ની તૈયારી માં છે અને અમૃત સમાન વેક્સીન હવે તૈયાર થઈ ગઈ છે અને આ વેક્શીન ને આપવાની ભારત માં  શરૂઆત પણ થઈ ચુકી છે ત્યારે સૌથી પહેલી હરોળ માં કોરોના વોરીયસ ને વેક્સીન અપાઈ રહી છે વેક્શીન લેવાના સૌભાગ્ય માં પણ વિશ્વકર્મા સમાજ  મોખરે છે 

  વિશ્વના સૌથી મોટા "મિશન વેક્સિનેશન" નો તા.૧૬/૧/૨૦૨૧ ના રોજ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ના હસ્તે આરંભ કરવામાં આવ્યો. જે અંતર્ગત આદિપુર (કચ્છ) ના શ્રી વિશ્વકમૉ સમાજ ના ડો.સુનિત વિપિનભાઈ ગજજર ને સૌ પ્રથમ કોવિડ-19 નું વેક્સિન લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જેઓ નડિયાદ સિવિલ હોસ્પિટલ (ગુજરાત) ખાતે પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ માં રેસિડેન્ટ ડોકટર તરીકે ફરજ નિભાવે છે તથા સાથે કોવિડ ડિપાર્ટમેન્ટ માં પણ ફરજ નિભાવે છે. તેઓએ જણાવ્યું કે વેક્સિન થી કોઈ પણ આડ અસર થઈ નથી અને કોઈ એ પણ ભય રાખવો નહીં.

માહિતી : વિપિનભાઈ ગજ્જર (આદિપુર-કચ્છ)





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું