સરકાર ની જાહેર રજા ની યાદી માં શ્રી વિશ્વકર્મા જયંતિ ની રજા નો સમાવેશ કરે સરકાર : આવેદનપત્ર આપ્યુ

    સરકાર ના મોટા ભાગ ના કામ માં કારીગર વર્ગ જોડાયેલ હોય છે

  શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા મહા સુદ તેરસ ના દિવસ ને શ્રી વિશ્વકર્મા જયંતિ ના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે તમામ વિશ્વકર્મા વંશજ કામ થી અલગ રહી રજા રાખતા હોય છે અને સૌ સાથે મળી ને શ્રી વિશ્વકર્મા દાદા ની પૂજા અર્ચના કરતા હોય છે આ દિવસે કોઈ જાહેર રજા ના હોવાથી નોકરી ધંધા કરતા લોકો આ દિવસે પૂજા માં હાજરી આપવામાં તકલીફ પડતી હોવાથી  પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશની ટીમે વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા બાબતે ઇડરના ધારાસભ્ય શ્રી હીતુભાઈ કનોડીયાજી ને શ્રી વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા સરકાર દ્વારા મંજુર કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી આવેદનપત્ર આપ્યુ.

  શ્રી વિશ્વકર્મા સમાજ ના આગેવાનઓ એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે ગુજરાત માં બહુ બહોળી સંખ્યા માં વિશ્વકર્મા સમાજ રહે છે તો સરકાર ના મોટા ભાગ ના કામ માં કારીગર વર્ગ જોડાયેલ હોય છે જાહેર રજા ના હોવાથી શ્રી વિશ્વકર્મા ભગવાન ની પૂજા અર્ચના માં પહોચી શકતા ના હોવા થી શ્રી વિશ્વકર્મા સમાજ ની લાગણી ને માન આપે અને સરકાર ની જાહેર રજા ની યાદી માં શ્રી વિશ્વકર્મા જયંતિ ની રજા નો સમાવેશ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી

  આવેદન પત્ર આપવા માટે પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી વિશાલભાઇ પંચાલ, સામાજીક આગેવાન શ્રી વિનોદભાઇ પંચાલ, ઇડર પંચાલ યુવા સંગઠનના શ્રી જીતુભાઇ પંચાલ, અને સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા.

માહિતી : શ્રી વિશાલભાઈ પંચાલ 

(પંચાલ યુવા સંગઠન)

======================

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું