શ્રી વિશ્વકર્મા સમાજ ના સુપરસ્ટાર ની આગામી ફિલ્મ નું પોસ્ટર રિલીઝ

  શ્રી વિશ્વકર્મા સમાજ ના સુપરસ્ટાર ની આગામી ફિલ્મ નું પોસ્ટર રિલીઝ

  શ્રી વિશ્વકર્મા સમાજ ના સુપરસ્ટાર શિવકુમાર વિશ્વકર્માની આગામી ફિલ્મ "પરિવર્તન" નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું, ઉત્તરપ્રદેશ ના પ્રતાપગઢ માં  સિંગરથી અભિનેતા શિવકુમાર વિશ્વકર્માની આગામી ફિલ્મ પરિવર્તનનું પોસ્ટર રજૂ થયું. આ ફિલ્મ એસઆર ફિલ્મ ફેક્ટરીના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે જે બહુજનના મસીહા કાંશીરામના જીવન પાત્ર પર આધારિત હશે. પ્રતાપગઢ  સ્થિત હોટલ રોયલ ઇન ખાતે યોજાયેલા એક સમારોહમાં ફિલ્મનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં શિવકુમાર વિશ્વકર્મા મુખ્ય પાત્ર તરીકે છે. આ ફિલ્મના નિર્માતા / દિગ્દર્શક પણ શિવકુમાર વિશ્વકર્મા છે. ફિલ્મના પોસ્ટર રિલીઝ પ્રસંગે બસપાના પૂર્વ ધારાસભ્ય સંજય તિવારી, અનુસૂચિત જાતિ જનજાતિ આયોગના સભ્ય મહેન્દ્ર બૌદ્ધ, બસપા મહામંત્રી નીરજ પાસી, બસપા સર્કલ પ્રભારી કમલેશ વિશ્વકર્મા, કલ્પના કનૌજિયા, સુશીલા કશ્યપ, વિકાસ ગૌતમ, એડવોકેટ ઉમેશ વિશ્વકર્મા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
માહિતી : કમલેશ પ્રતાપ વિશ્વકર્મા / શિવકુમાર વિશ્વકર્મા
=======================




ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું