કચ્છ જિલ્લાની ટીમ દ્વારા આવેદનપત્ર આપી વિશ્ચકર્મા જયંતીની જાહેર રજાની માંગણી

                                         

    શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા મહા સુદ તેરસ ના દિવસે વિશ્વકર્મા જયંતિ ના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે તમામ વિશ્વકર્મા વંશજ કામ થી અલગ રહી રજા રાખતા હોય છે અને સૌ સાથે મળી ને શ્રી વિશ્વકર્મા દાદા ની પૂજા અર્ચના કરતા હોય છે આ દિવસે કોઈ જાહેર રજા ના હોવાથી નોકરી ધંધા કરતા લોકો આ દિવસે પૂજા માં હાજરી આપવામાં તકલીફ પડતી હોવાથી

     પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલના માર્ગદર્શન હેઠળ પંચાલ યુવા સંગઠન, કચ્છ જિલ્લાની ટીમ દ્વારા વિવિધ સમાજના અગ્રણીઓ સાથે કચ્છ જીલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી વિશ્ચકર્મા જયંતીની જાહેર રજાની માંગણી કરવામાં આવી.

     જેમાં પંચાલ યુવા સંગઠનના કચ્છ જીલ્લા પ્રમુખ હીમાંશુંભાઇ પંચાલ, કચ્છ જીલ્લા મહીલા મોર્ચા પ્રમુખ લક્ષ્મીબેન લુહાર, વિરલભાઇ ઉમરાણીયા, નરેન્દ્રભાઇ પંચાલ, મહેન્દ્રભાઇ પીત્રોડા, દેવશીભાઇ લુહાર તેમજ કચ્છ જીલ્લાના કાર્યક્રતાઓ અને ભુજ પંચાલ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું