પંચાલ યુવા સંગઠન ખેડા જિલ્લાની ટીમ દ્વારા વિશ્ચકર્મા જયંતીની જાહેર રજાની માંગણી


    શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા મહા સુદ તેરસ ના દિવસે વિશ્વકર્મા જયંતિ ના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે તમામ વિશ્વકર્મા વસંજ કામ થી અલગ રહી રજા રાખતા હોય છે અને સૌ સાથે મળી ને શ્રી વિશ્વકર્મા દાદા ની પૂજા અર્ચના કરતા હોય છે આ દિવસે કોઈ જાહેર રજા ના હોવાથી નોકરી ધંધા કરતા લોકો આ દિવસે પૂજા માં હાજરી આપવામાં તકલીફ પડતી હોવાથી 

   શ્રી વિશ્વકર્મા સમાજ ના પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલના માર્ગદર્શન હેઠળ પંચાલ યુવા સંગઠન, ખેડા જિલ્લાની ટીમ દ્વારા વિવિધ સમાજના અગ્રણીઓ સાથે ખેડા જીલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી વિશ્ચકર્મા જયંતીની જાહેર રજાની માંગણી કરવામાં આવી. 


   જેમાં પંચાલ યુવા સંગઠનના ખેડા જીલ્લા પ્રમુખ હેમંતભાઇ પંચાલ, ઉપપ્રમુખ મીતછશભાઇ પંચાલ, મહામંત્રી સચીનભાઇ પંચાલ ખેડા જીલ્લાના કાર્યક્રતાઓ અને વિવિધ સામાજીક આગેવાનો જોડાયા હતા.



માહિતી : હેમંતભાઈ પંચાલ ( પંચાલ યુવા સંગઠન - ખેડા )

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું