દુઃખ ના સમયે ઉમદા સેવા આપતી શ્રી વિશ્વકર્મા સમાજ ની સંસ્થાઓ

 દુઃખદ સમયે નિશુલ્ક ભોજન સેવા નો આરંભ કરવામાં આવ્યો 

         શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા શ્રી વિશ્વકર્મા સેવા સેતુ ગ્રુપ મોરબી દ્વારા દુઃખદ સમયે નિશુલ્ક ભોજન સેવા નો આરંભ કરવામાં આવ્યો છે.  જેમના ઘર ના કોઈ સભ્ય નું અવસાન થયું હોય છે ત્યારે આપણે ટાઢો રોટલો જેવું નામ આપતા હોઈએ છીએ. જેમાં ઘર ના સભ્યો તે દિવસે ઘર નો ચૂલો પ્રગટાવતા નથી હોતા અને જમવાનું આડોસી-પડોસી માંથી આવતું હોય છે હવે જમાનો દિવસે દિવસે આધુનિક થતો જાય છે અને પાડોશી ને ખબર પણ નથી હોતી કે બાજુમાં કોણ રહે છે પણ ઘણી જગ્યાએ આ રીતી રીવાજ નું આજે પણ જતન થાય છે ત્યારે આવા સમયે સમાજ ના આવા કુટુંબ ને એક ટાઇમ ના ભોજન માટે સમાજ ની સંસ્થાઓ આગળ આવી છે અને એક ટાઇમ નું ભોજન વિના મુલ્યે સંસ્થા અવસાન પામેલ ઘરના સભ્યો ને પૂરું પાડવાનું કાર્ય કરે છે. 
       આ સંસ્થાઓ પોતાના શહેર પુરતું મર્યાદિત અને સેવાક્રીય કાર્ય કરે છે તે વંદનીય છે. અને સમાજ ના સભ્યો એકલતા ન અનુભવે અને આ દુઃખની ઘડી માં સમાજ તેમની સાથે છે એવો અહેસાસ થાય છે 

માહિતી : અમરશીભાઇ બકરાણીયા / હસમુખભાઈ સોલગામા

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું