શ્રી વિશ્વકર્મા સમાજ ના દાતા દ્વારા વૃદ્ધા આશ્રમ ને અપાઈ ભેટ

        આજ ના જમાનામાં દીકરા ને સુખી કરવા માટે માવતર ગરીબ તથા જાય છે એટલેજ સમાજ ને સમાજ ના માં બાપ ને સાચવવા માટે જેને આપણે બધા વૃદ્ધાઆશ્રમ તરીકે ઓળખીએ છીએ અને કહીએ પણ છીએ, આવાજ વૃદ્ધાઆશ્રમ ની મુલાકાત શ્રી વિશ્વકર્મા સમાજ ના અને ABP અસ્મિતા ગુજરાતી ન્યુઝ ચેનલ ના પત્રકાર શ્રી વિનોદભાઈ ગજ્જરે લીધી


       આ આશ્રમ માં મોટી ઉમરના દાદા દાદી સાથે મળી ને ૨૩ જણ નો પરિવાર રહે છે. જે સાથે મળી ને એક પરિવાર જેવુજ વાતવરણ ઉભું થતું હોય એવું લાગે છે. શ્રી વિશ્વકર્મા સમાજ પહેલેથીજ મદદ કરવા વાળો સમાજ છે . શ્રી વિશ્વકર્મા સમાજ જેવી રીતે ક્લા કારીગરી થી સમાજ ને શુશોભિત કરે છે તેવીજ રીતે સમાજ ની દરિદ્રતા દુર કરી સમાજ ને શુશોભિત કરવાનું કામ પણ કરે છે


        આવીજ રીતે શ્રી વિનોદભાઈ ગજ્જર ને આ આશ્રમ ની જરૂરિયાત અને અત્યાર ના વતાવરણ અનુકુળ તમામ દાદાદાદી ને સ્વેટર ની ભેટ આપી હતી. વિનોદભાઈ નું કહેવું છે કે આજે સામાન્ય બીમારી માં આપણે મોટો એવો ખર્ચ કરતા હોઈએ છીએ તો આજે શ્રી વિશ્વકર્મા દાદા ની અશીમ કૃપા થી આપણે શ્રી વિશ્વકર્મા દાદા એ આપ્યું છે તો આપણે  આપણા થી થતી મદદ કરવી જોઈએ


====================================
====================================









ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું