શ્રી વિશ્વકર્મા સમાજ ના એવા કારીગર જેમને બનાવેલા નમુના બેજોડ હોય છે

 શ્રી વિશ્વકર્મા સમાજ ના કારીગરો ની કારીગરી બેજોડ હોય છે
          શ્રી વિશ્વકર્મા સમાજ માં જન્મ લેવો એક ગર્વ ની વાત છે અને શ્રી વિશ્વકર્મા સમાજ ના કારીગરો જન્મ ની સાથે કારીગરી સાથે લઈને આવતા હોય છે એમને કારીગરી શીખવવી નથી પડતી !
        એવીજ રીતે શ્રી વિશ્વકર્મા સમાજ ના અને રાજકોટ માં રહેતા શ્રી મુકેશભાઈ આસોડિયા જે  ટુલ્સ બ્રેકીંગ ( લુહારી ભઠ્ઠી ) નું કામ કરે છે, સાથે સાથે પોતાની કારીગરી નું પ્રમાણપત્ર પણ આપતા રહે છે,
      શ્રી મુકેશભાઈ લુહારી   ભઠ્ઠીનું કામ માં ૨૦ વર્ષ નો બહોળો અનુભવ ધરાવે છે, કારીગરો સાથે ની ચર્ચા માં મોડેલ ની વાત થઇ અને મુકેશભાઈ એ આ વાત નું અનુસર્વાં નું ચાલુ કર્યું જે છેલ્લા સાત વર્ષ થી અવનવા મોડેલ બનાવી અને લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા છે
       મોડેલ માં કાર, ટ્રક, એસ.ટી. બસ, અને સાથે સાથે ટ્રેન ના ઈન્જીન અને નાના મોટા મશીન ટુલ્સ ના મોડેલ બનાવ્યા છે, મુકેશભાઈ એ બનવેલા તમામ મોડેલ ચાલુ થાય તેવા હોય છે અને અમુક મોડેલ તો પેટ્રોલ થી પણ ચાલે છે
       શ્રી મુકેશભાઈ રેલ્વે ના મોટા ભાગના ઈન્જીન બનાવી ચુક્યા છે જેમાં ડીઝલ ઈન્જીન, સ્ટીમ ઈન્જીન, કોલસા થી ચાલે તેવા ઈન્જીન પણ સામેલ છે. આવા આબેહુબ મોડેલ બનવવા માટે સમય પણ માગી લેતો હોય છે કોઈ એક મોડેલ બનવવા માટે ૪૦ થી ૪૫ દિવસ જેવો સમય લાગી જાય છે

        આવા સરસ મોડેલ માટે મટેરિયલ ની પણ જરૂરત પડતી હોય છે જે મુકેશભાઈ વેસ્ટ માંથી બેસ્ટ કરે છે, જેમકે ગુજરી બજાર , ભંગારના વાળા તથા પોતાના કારખાના માં કામ કરતા જે વેસ્ટ બચે છે તેમનો ઉપયોગ કરે છે , ઓરીજનલ જેવા લાગતા મોડેલ ની કીમત પણ ઓરીજનલ જેટલી થઈ જતી હોય છે, 


        ઓરીજનલ જેવા લાગતા લેથ મશીન પણ બનાવ્યા છે જે એક નજરે જોવાનું મન થઇ જાય, ઇન્ડસ્ટ્રીઝ લાઈન માં આવતી મોટા ભાગની મશીનરી મુકેશભાઈ બનાવી ચુક્યા છે


     સાતમ આઠમ તહેવાર માં રાજકોટ માં મોડેલ ની પ્રદર્શની રાખવામાં આવે છે, જેમાં  આ  મોડેેેલ મુકવામાં   આવે છે, આ મોડેેેલ ની માગ વિદેસો માં  પણ હોય  છે આ મોડેેેલ જર્મન  જેવા દેશો માં પણ મોકલાવેલ છે

  
     મુકેશભાઈ એ એક   મુલાકાત પોગ્રામ   માં પોતાની ઈચ્છા    વ્યક્ત કરતા કહ્યું હતું કે આવા કારીગરો માટે એક પ્લેટફોર્મ અથવા તો મ્યુઝીમ બનવું  જોઈએ જેથી કારીગરો ને કળા નો વિકાસ થઇ શકે અને આવા કુશળ કારીગરો ને પ્રોત્સાહન મળે અને લોકો સુધી પોતાની કળા પહોચે



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું