પ્રોત્સાહન અને આદર થી પ્રતિભાઓ નિખરે છે. આજની બાળ પ્રતિભા ભવિષ્યમાં તેમની ક્ષમતાઓના જોરે દેશ અને વિશ્વમાં રેકોર્ડ બનાવશે. પ્રોત્સાહન તરીકે, પ્રતિભાને આપવામાં આવતું પુસ્તક અને પેન્સિલની કિંમત નજીવી હોય છે, પરંતુ તે વસ્તુ ને જયારે જાહેર મંચ પર આપવામાં આવે છે. ત્યારે તેની કીમત વધી જતી હોય છે
ઉપરોક્ત બાબતો ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન ડો.કૃષ્ણમૂરારી વિશ્વકર્માએ મહાબીરન (બિજેથુઆ) ખાતે આયોજિત વિશ્વકર્મા સંમેલન અને પ્રતિભા સન્માન સમારોહને સંબોધિત કરતાં જણાવ્યું હતું. પૂર્વ મંત્રીએ કહ્યું કે આજે આપણે જે નાના બાળકોનું સન્માન કરી રહ્યા છીએ, તે પછીથી ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર, વૈજ્ઞાનિક બનશે અને દેશની પ્રગતિમાં ફાળો આપશે.
અમે બધા બાળકોને સાંસ્કૃતિક શિક્ષણ આપવા ઉપરાંત સમય-સમય પર પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખીએ છીએ. સમારંભ ના વિશિષ્ટ અતિથિવિશેષ અને પછાતવર્ગ આયોગ ઉતરપ્રદેશ ના ડૉ. ત્રીપુણાયક વિશ્વકર્માજી એ કહ્યું કે બાળકો ને સારામાં સારું શિક્ષણ આપો અને બાળક ને જે પણ વિષય માં રૂચી હોય તેમાં પેરે પૂરો અવસર આપો
ડૉ. ત્રીપુણાયક વિશ્વકર્માજીએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે વિશ્વકર્મા સમાજના લોકો પણ રાજકારણમાં આવે. જો કોઈ બાળક રાજકારણ માં આવા માંગે છે, તો તેણે પૂર્ણ સહયોગ કરવો જોઈએ. શક્ય છે કે આ બાળક પાછળથી ધારાસભ્ય, પ્રધાન, મુખ્ય પ્રધાન, વડા પ્રધાન બનશે અને દેશ અને સમાજનું નામ રોશન કરશે.
પ્રદેશ અધ્યક્ષ ધારાસભ્ય (કાદીપુર) રાજેશ ગૌતમે આ સમારંભની અધ્યક્ષતામાં જણાવ્યું હતું કે તેઓ ભગવાન વિશ્વકર્મા પ્રત્યે સાચા આદર અને વિશ્વકર્મા સમાજ પ્રત્યે પૂરા દિલથી આદર ધરાવે છે. કહ્યું કે તેઓ હંમેશાં વિશ્વકર્મા સમાજના લોકોની સાથે છે. ધારાસભ્યએ મહાબીરન ધામમાં બંધાયેલા ભગવાન વિશ્વકર્મા મંદિર પરિસરમાં પોતાના ધારાસભ્ય ભંડોળથી ધર્મશાળા બનાવવાની જાહેરાત કરી હતી.
કાર્યક્રમના આયોજકો ઓમપ્રકાશ વિશ્વકર્મા, તડકનાથ વિશ્વકર્મા, જિન્કુ રામ વિશ્વકર્મા એડવોકેટ, અતુલ વિશ્વકર્મા, સંતોષ વિશ્વકર્મા, વગેરેએ મહેમાનોને હાર પહેરાવીને, ભગવાન વિશ્વકર્માની મૂર્તિ અર્પણ કરી, અને શાલ ઓઢાડી ને લોકોને સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે ઉમેશ વિશ્વકર્મા, રાજપતિ વિશ્વકર્મા, ડો.આર.એસ. વિશ્વકર્મા, રવિન્દ્રકુમાર વિશ્વકર્મા, હરીકેશ વિશ્વકર્મા, સંતોષ વિશ્વકર્મા, ભાજપ મહિલા મોરચાના પ્રદેશ પ્રધાન ઉપમા શર્મા, મહેશ વિશ્વકર્મા, બજરંગી વિશ્વકર્મા, સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. શિવકુમાર વિશ્વકર્મા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.
માહિતી : શ્રી કમલેશ પ્રતાપ વિશ્વકર્માજી ( ઉતરપ્રદેશ )




