શ્રી વિશ્વકર્મા ભગવાન ની ધાર્મિક ટીવી ચેનલ ચાલુ કરવા માગ

   શ્રી વિશ્વકર્મા ભગવાન ની ધાર્મિક ચેનલ ચાલુ કરવામાં આવે

                                 

        આજે ટીવી ચેનલ નો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય છે ત્યારે ઘણી નવી ટીવી ચેનલ ઉપર ધાર્મિક  ચેનલ નો પણ મોટો વધારો થયો છે.ઘણી ટીવી ચેનલ જેવીકે આસ્થા, સંસકાર, લક્ષ, ટીવી9, આજતક, જેવી ચેનલો આવે છે આમાં શ્રી વિશ્વકર્મા ભગવાન ની ધાર્મિક ચેનલ ચાલુ કરવામાં આવે તો શ્રી વિશ્વકર્મા સમાજ ના  પરિવારો દરેક પોગ્રામ જોઈ શકે અને આ પોગ્રામ દેશ વિદેશમાં પણ જોઈ શકાય અને ધર્મ નો પ્રચાર પ્રસાર થાય અને સમાજ ને શ્રી વિશ્વકર્મા ભગવાન વિષે ની માહિતી મળે અને સમાજ એકતા પણ વધે આ  માટે દરેકે લોકો આ પ્રયાસ કરવો જોઇએ
            વિશ્વકર્મા સમાજે દેશને અને દુનિયાને ઘણું બધુ આપ્યું છે જેમાં શિક્ષણ ક્ષેત્રે પણ અમૂલ્ય ફાળો છે અમુક તાલુકાઓમાં શહેરમાં અને જિલ્લાઓમાં વિશ્વકર્મા સમાજે સ્કૂલો અને કોલેજો બનાવેલ છે જેમાં ઘણા પૈસા દાન આપેલ છે આજે પોતાના પૈસાથી પણ સ્કુલ અને કોલેજો બનાવેલ છે પરંતુ તેના વહીવટદાર તરીકે કોઈ વિશ્વકર્મા વંશ નો માણસ કોઈ ટ્રસ્ટી કે ચેરમેન કે સભ્ય નથી કે કોઈ શિક્ષક કે પ્રોફેસર કે પટાવાળા માં પણ આપણા વિશ્વકર્મા સમાજ નો માણસ હોતો નથી એ આપણા સમાજની કમનસીબી છે આ બાબતે વિશ્વકર્મા  સમાજે જાગવું અત્યંત જરૂરી છે વહીવટ બીજા કરે છે
માહિતી : શ્રી ધનજીભાઈ પંચાલ તથા શ્રી મહેન્દ્ર ભાઈ પંચાલ ( પ્રાઈડ ઓફ પંચાલ ટીમ )

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું