ભુજ (કચ્છ) માં આવેલ શ્રી મેવાડા સુથાર સમાજ નિર્મિત શ્રી વિશ્વકર્મા દાદા ના મંદિર ની મુલાકાત

ભુજ ( કચ્છ ) ના જેષ્ઠાનગર માં આવેલ શ્રી વિશ્વકર્મા  દાદા નું મંદિર તથા શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજ વાડી ની મુલાકાત



         શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજવાડી ની સ્થાપના સને 1986 માં કરવામાં આવી હતી અને આ સમાજવાડી ની અંદર આવેલ શ્રી વિશ્વકર્મા દાદા ના ના મંદિર ના પ્રાણપ્રતિષ્ઠા 2042 ચૈત્રી વદ પાંચમ ને સોમવાર તા. 28 - 04 - 1986 ના રોજ કરવામાં આવ્યા હતા


                
                 આ સમાજવાડી બનાવવામાં    નામી અનામી સમાજ ના ઘણા લોકો નો સાથ અને સહકાર હતો પણ આ સમાજવાડી ના મુખ્ય  એવા શ્રી  નારણભાઈ સામંતભાઈ ચૌહાણ (સુથાર) નું  નામ મોખરે આવે છે. અને આ સમાજ ના પહેલા પ્રમુખ પણ હતા


      ત્યાર બાદ વર્ષ 2010 થી 2013 ના પ્રમુખ શ્રી શિવાજીભાઈ બીજલભાઇ ચૌહાણ તથા 2013 થી 2016 ના પ્રમુખશ્રી લાલજીભાઈ સામજીભાઈ ચૌહાણ અને ત્યાર બાદ વર્ષ 2016 થી 2019 સુધી પ્રમુખ શ્રી પ્રવિણભાઈ વેલજીભાઈ ચૌહાણ અને હાલના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રેમજીભાઇ બાલા (સુથાર) છે જે હાલનો સમાજ ના કાર્યભાર સંભાળે છે

         
            શ્રી વિશ્વકર્મા દાદા ના મંદિરે સમાજ ના દરેક   વ્યક્તિ અમાસ ના રોજ અચૂક દાદા ના દર્શન માટે જાય છે. અને મંદિરે દર અમાસ ના રોજ શ્રી વિશ્વકર્મા પુરાણ નું વાંચન અને સત્સંગ થાય છે જે હાલ કોરોના કાળ ના હિસાબે તમામ બંધ રાખેલ છે


         શ્રી મેવાડા સુથાર સમાજ છેલ્લા 24 વર્ષ થી સમૂહલગ્ન અને બાળકો માટે નો સરસ્વતી સન્માન નો પોગ્રામ ઉજવતા આવે છે પણ હાલ આખી દુનિયા  કોરોના ની મહામારી ના સકંજામાં છે ત્યારે સમાજે પણ કોરોના ને અટકાવવા અને કોરોના  વધારે  ના ફેલાય અને સરકારશ્રી ની ગાઈડલાઈન ને ધ્યાન માં રાખીને સમાજ ના કાર્યકમો બંધ રાખેલ છે

માહિતી : પ્રમુખશ્રી વિનુભાઈ પ્રેમજીભાઈ બાલા ( સુથાર)  

====================

               પ્રમુખશ્રી વિનુભાઈ પ્રેમજીભાઈ બાલા ( સુથાર)  તરફ થી તમામ શ્રી મેવાડા સુથાર સમાજ તથા શ્રી વિશ્વકર્મા સમાજ ને દીપાવલી અને નવાવર્ષે ની હાર્દિક શુભેચ્છાઓ

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું