ગુજૅર સુથાર સમાજ શિક્ષણ સમિતિ ધાંગધ્રા
કોરોનાકાળના સમયમાં ભેગું થવું તે શક્ય નથી પણ જિંદગી ઉભી પણ નથી રહી ગયેલ ટેકનોલોજી ના ઉપયોગ થી આપને ભરે દૂર હોય પણ નજીક હોય તેવો અહેસાસ ટેકનોલોજી કરાવે છે તે હેતુ થી આ વર્ષે બાળ મહોત્સવનું આયોજન ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવ્યું હતું
બાળકો એક ખેલતું રમતું પુષ્પ છે તેનું હાસ્ય હંમેશા માટે એક આનંદ આપતું હોય છે તે હેતુ થી બાળકોના આનંદ અને ઉત્સાહ માટે આ વર્ષ બાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું
આ આયોજન ધાંગધ્રા શિક્ષણ સમિતિ પમુખ શ્રી શંભુભાઈ મહાદેવભાઈ કાજીયા અને સમગ્ર ટીમ દ્વારા ૧ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના માધ્યમથી ઘરે બેઠા બેઠા બાળ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ડાન્સ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વેશભૂષા જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી આ સ્પર્ધામાં બાળકોએ અનેરા આનંદ અને ઉત્સાહથી ભાગ લીધો હતો શિક્ષણ સમિતિના સભ્યો તથા પ્રમુખશ્રી શંભુભાઇ બાળકોની અંદર છૂપાયેલી પ્રતિભાને બહાર લાવવા નું કાર્ય ઘણા સમયથી સમાજમાં કરી રહ્યા છે આ આયોજનમાં સમગ્ર સમાજ ઉત્સાહ અને આનંદથી ભાગ લીધો હતો
માહિતી : શ્રી શંભુભાઈ કાંજીયા (ધાંગધ્રા)




