ચકલી એક નાના કદ નુ પક્ષી છે જે અત્યારે લુપ્ત થવાના આરે છે એને બચાવવા માટે અનેક પ્રયત્નો થઇ રહ્યા છે દરેક લોકો જે પક્ષીપ્રેમી છે તે પોતાની રીતે કોશિશ પણ કરે છે આજે વાત કરીએ એક એવા અનોખા પક્ષીપ્રેમી ની જે સુથારી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને સાથે પક્ષી ઓં મદદ પણ ધાંગધ્રા ના શ્રી વિશ્વકર્મા સમાજ ના શ્રી શંભુભાઈ મહાદેવભાઈ કાંજિયા બહુ નાની ઉંમરથી પ્રકૃતિ જ પ્રત્યે નો પ્રેમ રહ્યો હતો તેમણા દાદીમાના પક્ષી પ્રેમ ની પ્રેરણા તેમના જીવનમાં ઊતરી આવી અને આજે તે ૨૮ હજારથી વધારે લાકડાના પક્ષીઘર ૧૦,૦૦૦થી વધારે પાણીના કુંડા વૃક્ષોના રોપાનું વિતરણ જેવા કામ વિનામૂલ્યે કરી ચુક્યા છે
તેમનો ઉદ્દેશ જ્યાં સુધી ચકલી કલરવ કરતી પાછી ન આવે ત્યાં સુધી આ કાર્યને ચાલુ રાખવુ લોકો પુઠાના ચકલી ઘર બનાવે છે પણ જ્યારે વરસાદ કે પક્ષી નો મારો મૂકે ત્યારે તૂટી જાય છે જ્યારે ચકલી મારો મૂકે ત્યારે તૂટી જઈને ઈંડા નીચે પડી જાય છે અને તેનું ઘર તૂટી જાય છે આ વસ્તુ વારંવાર જોઈને શંભુભાઈ ને દિલથી એક ઇચ્છા થઈ કે તે હવે પક્ષીનો માળો તૂટવા નહીં દહીએ અને હવેથી તે લાકડાના મજબૂત ચકલી ઘર બનાવશે અને લાકડાના મજબૂત બનાવવાનું ચાલુ કર્યું અને તેમને અનેક લોકોનો સાથ સહકાર મળતો ગયો ખાસ કરીને સમાજનો સાથ તે પોતે પણ ધાંગધ્રા ગુજૅર સુથાર સમાજના ટ્રસ્ટી અને શિક્ષણ મંત્રી છે કહે છે કોઇ કાર્ય કરવા માટે કોઈ સાથીદાર જોઈએ એવીજ રીતે તેમને સાથ મળ્યો શ્રી શંકર પહેલાદભાઈ જાદવણી અને તેઓ શંભુભાઈ નો અત્યારે બધા સાથે હાથ મિલાવીને આ કાર્યને આગળ વધારે છે કહેવાય છે કે ગમે તે કાર્ય કરતા હો છો ત્યારે અનેક પડકારો આવતા હોય છે પણ તે જે પડકારોને અવસર બનાવીને આગળ વધે છે એજ કઈ કરી બતાવે છે આવું જ કંઈક શંભુભાઈ સાથે થયું કોઈપણ કાર્ય કરવું સરળ નથી ચકલી ઘર ની શરૂઆતમાં તો દરેકને જોશ અને ઉમંગ હતો પણ ધીમે ધીમે તે ઉમંગ નો ઓસરતો ગયો પણ સંભુ ભાઈએ પોતાની ઇચ્છા શક્તિ અને મનોબળ ને તૂટવા ન દીધું અડંગ આ કાર્ય ચાલુ રાખ્યું
તેમને હિંમત મળે છે જ્યારે લોકો તેમની પાસેથી લાકડાના ચકલી ઘર લઈ જાય છે અને ચકલી માળો મૂકે અને જ્યારે તે બચ્ચા મોટા બનીને આકાશમાં ઉડે ત્યારે અનોખો આનંદ મળે છે અને વિશ્વકર્મા દાદાની કૃપા અને આશીર્વાદ વધુમાં વધુ ચકલી ઘર બનાવવાની શક્તિ મળતી રહે છે આપણે શ્રી વિશ્વકર્મા પ્રભુના આશીર્વાદથી જે આપણને હુનર મળેલ છે તે ધરતી ઉપર માણસ ના મકાનો શુશોભિત કરીએ છીએ તો આપણી સાથે રહેતા જીવ તેમના માટે સુખ સગવડ વાળું રહેઠાણ ની રચના કેમ ના કરવું તે જ ફરજ સમજીને શંભુભાઈ એ લાકડાના ઘર બનાવવાનું ચાલુ કરેલ શંભુભાઈ નું માનવું છે કે પક્ષીઓ એ ઘરમાં મારો મૂકીને પોતાનું સુંદર ઘર બનાવે છે અને તે ઘર તેમને વરસાદ તડકો અને ઠંડીથી રક્ષણ આપે છે તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવી તે આપની ફરજ છે અને આપનો ધર્મ છે
શંભુભાઈ એ વાત કરતા ઇન્છા વ્યક્ત કરી કે બસ આશા છે કે મારા સુથારી કામ કરતા ભાઈઓ અને વિશ્વકર્મા વંશજ ધરતીના જે પણ ખૂણે વસતા હોય તે પક્ષીઓ માટે લાકડાના ઘર બનાવે અને આ કાર્યને આગળ વધારે શંભુભાઈ અને ધાંગધ્રા ગુજૅર સુથાર સમાજ ચકલી ઘર કેટલા ઘર બનાવી શકશે ? એનાથી વધારે પણ જો દરેક ખૂણે વસતા સુથારી કામ કરતા ભાઈઓ જો ઘર બનાવવાનું ચાલુ કરશે તો હજારો લાખો ઘર પક્ષીઓ માટે બનશે ખાલી એક ભાઈ ઘર બનવાની પહેલ કરે તો પણ હજારો ઘર લાગી બની જશે તમામ માહિતી ધાંગધ્રા ગુજૅર સુથાર સમાજ વિનામૂલ્યે ચકલી ઘર વિતરન ટીમ એ આપી હતી આ વિતરણ ટીમ માં સાથે છે
શંભુ મહાદેવભાઇ કાંજિયા, શંકર પ્રહલાદભાઈ જાદવાણી, દિપક મગનભાઈ જમનાપરા, ભરતભાઈ બી ઘાગઘરીયા, કિતી ગણપતભાઇ જમનાપરા, મહેન્દ્ર ભાઈ ઇશ્વરભાઇ વડગામા, અશોકભાઈ કનુભાઈ જાદવાણી, રવિભાઈ ચંદુભાઈ વિસોડિયા





