રાજકોટ :
વિરાણી સ્કૂલ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ લોકો માટે વસ્ત્રદાનનું પાવન આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્યમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સ્વયંસ્ફૂર્ત રીતે ભાગ લઈ સમાજપ્રતિ પોતાની જવાબદારી નિભાવે છે.
આ જ ક્રમમાં વિરાણી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તેજસ બકરાણીયા દ્વારા પણ યથાશક્તિ વસ્ત્રદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેજસ બકરાણીયાએ જ્ઞાતિજનો અને સમાજના સભ્યોને અપીલ કરી છે કે, તેઓ પાસે ઉપલબ્ધ જુના પરંતુ પહેરવાલાયક કપડાં દાનરૂપે અર્પણ કરી આ પુણ્યકાર્યમાં સહયોગ આપે.
તેજસે જણાવ્યું હતું કે, “હું ઉમરમાં નાનો અને વિદ્યાર્થી હોવાથી મારી પાસે તમામ જ્ઞાતિજનોના સંપર્ક નંબર ઉપલબ્ધ નથી. તેથી આ ડિજિટલ પેમ્પલેટ અને સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં સહયોગ આપવા વિનંતી છે.”
દાન આપવા ઇચ્છુક વ્યક્તિઓ પોતે કપડાં પહોંચાડી શકે છે અથવા જરૂર પડે તો તેજસ અને તેમની ટીમ દ્વારા તે લઈ જવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સમાજના દરેક સભ્યને આ સેવા કાર્યમાં સહભાગી બનવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.
અંતમાં તેજસ બકરાણીયાએ પ્રભુ શ્રી વિશ્વકર્માદાદાની કૃપા સૌ પર વરસતી રહે તેવી પ્રાર્થના સાથે સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છે.
સંપર્ક માટે :
મોબાઇલ : 82381 03144
વોટ્સએપ : 98794 80129

