ગામડાની લુહારની દિકરીએ CA બનવાનાં સ્વપ્નને મધદરિયે પોહંચાડયુ


 તા.૧૨,૦૭,૨૦૨૩ : ખેડા જીલ્લાના નડિયાદ પાસે આવેલ અલિન્દ્રા ગામમાં લુહારી કામ કરતા જયેશભાઈ મારૂ ( પંચાલ )ની દિકરીએ પોતાના CA બનવાનાં સ્વપ્નને મધદરિયે પોહંચાડી દીધું છે.નાનપણથી જ હોંશિયાર આરતી ધોરણ ૯ મા આવી ત્યારે જ CA બનવા નું સ્વપ્ન જોયું હતું તે દિશામા મહેનત કરી ને વગર ટ્યુશને SSC Bord મા 97.13 PR મેળવ્યા ત્યારે ગુજરાત સમાચારના પત્રકાર સાથેના ઇન્ટરવ્યૂમા આરતી એ જણાવેલ હતું કે તેને CA બનવું છે.ધોરણ ૧૨ મા 95.40 PR સાથે ઉતીર્ણ થઈ Account વિષયમા ૧૦૦ માં થી ૯૯ માર્ક અને Statistic મા ૧૦૦ માં થી ૯૪ માર્ક મેળવી CA બનવા માટે તેણે નિર્ણય લીધો કે તેને ઘરે બેઠા Physics Wallah ના ઓનલાઇન કોચિંગ થી CA ની તૈયારીની શરૂઆત તે સાથે પ્રથમ પ્રયાસે જ CA ફોઉન્ડેશન ક્લીયર કર્યું. ત્યાર પછી CA Intermediate Group 1 ની તૈયારીની શરૂઆત કરી અને તેમાં પણ પ્રથમ પ્રયાસે ગ્રુપ ૧ પણ ક્લીયર કર્યું. આ પરીક્ષામાં માત્ર ૧૪% જ વિદ્યાર્થીઓ પાસ થયા હતા જેમાં એક લુહારની દિકરી આરતી પણ પાસ થઈ હતી. હવે આવનાર નવેમ્બર માસમાં ગૃપ ૨ માટેની તૈયારી શરૂ કરી દીધી છે આરતી ના માતા સંપૂર્ણાબેન હાઉસવાઈફ છે તેમજ તેનો ભાઈ મિતેશ એન્જીનીર છે જે લુહાર સમાજનો સૌથી નાની વયનો વૈજ્ઞાનિક તરીકે ઓળખાય છે.

આરતીએ એ સાબિત કરી બતાવ્યું છે કે મન હોય તો માળવે જવાય સાથે સાથે એ પણ સંદેશ આપ્યો કે બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ લાવવું હોય તો જરૂરી નથી કે તમારે ટ્યુશન રખાવવું જ પડે તમારી લગન અને મેહનતથી પણ ઝળહળતું પરિણામ મેળવી શકાય છે આરતીએ બોર્ડની પરીક્ષા વખતે વીજળી ડૂલ થાય ત્યારે મોબાઈલની ફ્લેશ લાઇટથી વાંચન કરેલ છે 

ખાસ વાત કે આરતી એક સારી સિંગર પણ છે પોતાના આ શોખને તેણે અનેક સ્ટેજ પર ગીત ગાઈને પૂર્ણ કરેલ છે.

માહિતી : અશોકભાઈ પીઠવા , વલ્લભ વિદ્યાનગર

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું