સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ દ્વારા 'ગંગાસ્વરૂપ બહેનો' માટે વિનામૂલ્યે ધાર્મિક યાત્રાનું આયોજન

 અમદાવાદ, (તા.૧૬,૦૬,૨૦૨૫) : પવિત્ર શ્રાવણ માસના ઉપલક્ષ્યમાં, શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ ન્યુ મણિનગર, અમદાવાદ દ્વારા સમાજની "ગંગાસ્વરૂપ બહેનો" (વિધવા બહેનો) માટે વિનામૂલ્યે ધાર્મિક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ એવા બહેનોને ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવવાનો છે જેઓ વિવિધ કારણોસર યાત્રાએ જઈ શકતા નથી. આ પુણ્યશાળી કાર્યક્રમ અંતર્ગત, બહેનોને પવિત્ર ધાર્મિક સ્થળો જેવા કે શ્રી દ્વારિકાધીશ મંદિર (દ્વારકા), પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, મોચા ખાતે આવેલું હનુમાનજીનું દરિયાકિનારે મંદિર, ભવનાથ મહાદેવ (જૂનાગઢ), ખોડલધામ (ખોડિયાર માતાજી), અને રાંદલ માતાજીના દળવા (વાસાવડ પાસે) ની મુલાકાત કરાવવામાં આવશે. યાત્રાના સ્થળોમાં સમય અનુસાર ફેરફાર થઈ શકે છે. સમાજ દ્વારા આયોજિત આ યાત્રામાં, અમદાવાદ કે આસપાસના વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા બાગ અને ગીતામંદિર વાડીમાં નોંધાયેલા ગંગાસ્વરૂપ બહેનોને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ, અન્ય બહેનોને પણ આ લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે યાત્રા દરમિયાન કોઈ પણ બહેનને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે ધાર્મિક યાત્રા કરી શકે. શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ ન્યુ મણિનગર, અમદાવાદના આયોજનકર્તા કૃણાલ બદ્રકિયા અને સૌ કમિટી સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમાજના સહયોગથી જ આવા પુણ્યકાર્ય શક્ય બને છે. તેઓ સમાજ માટે કામ કરવા હંમેશા તત્પર છે અને આ માટે સમાજનો સહયોગ આવકાર્ય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું