અમરેલી ના ગુર્જર સુથાર જ્ઞાતિ ના યુવાન દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું...!!

 અમરેલી ના કેરિયાનાગસ ખાતે રહેતા અને ગુર્જર સુથાર જ્ઞાતિ ના આદ્રેજા પરિવાર દ્વારા સમાજને ગર્વ થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

   અમરેલી ના કેરિયાનાગસ ખાતે રહેતા અને ગુર્જર સુથાર જ્ઞાતિ ના આદ્રેજા પરિવાર ના કિશોરભાઈ બટુકભાઈ આદ્રેજા. જે જાણીતા પ્રેસ રિપોર્ટર અને પેટી માસ્તર કનુભાઈ મિસ્ત્રીના નાનાભાઈ તથા અમરેલી શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અરૂણભાઇ બટુકભાઈ આદ્રેજા અને નિમેષભાઈ આદ્રેજા ના મોટાભાઈ નું થોડા સમય પહેલા બીમારી સબબ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. આ સદમા થી પરિવાર માં દુઃખનો માહોલ છવાયો હતો. આવા કપરા સંજોગોમાં આદ્રેજા પરિવાર અને કિશોરભાઈ ના ધર્મ પત્ની વૈશાલીબેન ની સહમતિ અનુસાર ચક્ષુદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ચક્ષુદાન માટે ના નિર્ણય કરાતા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સક્ષુદાન સ્વીકારવામાં આવ્યું હતું. સ્વ. કિશોરભાઈ ના સંતાનો માં બે દીકરીઓ અશ્ર્વી,અને હસ્તિ છે. સ્વ. કિશોરભાઈ ના અચાનક વિદાયથી ભજન મંડળ, મિત્ર મંડળ આદ્રેજા પરિવારમાં શોખ છવાયો હતો. 


માહિતી ફોટોગ્રાફ: કનુભાઈ મિસ્ત્રી, કેરિયાનાગસ (અમરેલી)





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું