“ વિશ્વકર્મારત્ન એવોર્ડ- ૨૦૨૧ " દ્વિતીય કાર્યક્રમ માટે "SV NEWS" તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ

 પ્રતિ , 

શ્રી વિશાલભાઈ પંચાલ , 

પંચાલ યુવા સંગઠન , અમદાવાદ

શુભેચ્છા સંદેશ 

        આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા વીસેક વર્ષમાં દેશ - વિદેશમાં રાજકીય , સામાજિક , ધાર્મિક , ગર્વમેન્ટ જોબ કે પ્રાઈવેટ સેક્ટર , વેપાર - ધંધા , ટેકનોલોજી , ઈન્ડસ્ટ્રીઝ , કલા અને સાહિત્ય જેવા તમામ ક્ષેત્રોમાં વિશ્વકર્મા વંશજોનાં નામ ગૌરવવંતા બન્યા છે . સમાજની જાગ્રતિને કારણે આવા વિરલાઓની સમાજે નોંધ લીધી છે અને પરિચય થયો છે . ભગવાનવિશ્વકર્માનાં પાંચ પુત્રો મનુ , મય , ત્વષ્ટા , શિલ્પી અને દેવજ્ઞ એ પાંચ આંગળીઓ જયારે ભેગી થઈ જાય તો મુઠ્ઠી બને છે , અને મુટ્ટી એ તાકાતનો સિમ્બોલ છે અને તાકાત એ સમાજની ઓળખ હોય છે . કોઈપણ સમાજને સંગઠિત કરવા માટે સૌથી મહત્વનું પાસું છે એકબીજાને માન આપવામાં આવે , એકબીજાનું સન્માન કરવામાં આવે . આપની સંસ્થા પંચાલ યુવા સંગઠન દેશભરમાં વિવિધ ક્ષેત્રોમાં નામના ધરાવનાર વિશ્વકર્મા વંશજોને એક મંચ પર આમંત્રિત કરીને “ વિશ્વકર્મા રત્ન એવોર્ડ ' ' થી સન્માનિત કરીને તેમનો પરિચય સમાજને કરાવે છે તે કાર્ય પ્રસંશનીય છે . કોઈપણ વ્યક્તિને જયારે પોતાનો સમાજ સન્માનિત કરે ત્યારે એ વ્યક્તિને અનહદ આનંદ થાય છે અને એમનામાં સમાજ પ્રત્યે લાગણી અને સેવાભાવના વધુ પ્રબળ બને છે . સમાજને સંગઠિત કરવાનો આ એક સરળ માર્ગ પણ છે . .. આપશ્રીએ વર્ષ : ૨૦૧૯ માં “ વિશ્વકર્મા રત્ન એવોર્ડ ’ ’ કાર્યક્રમ દ્વારા સમાજનાં બહુમૂલ્ય રત્નોની સમાજને ઓળખ આપેલ અને હવે વર્ષ : ૨૦૨૧ માં તા.૧૯-૧૨-૨૦૨૧નાં રોજ નિકોલ , અમદાવાદ ખાતે દ્વિતીય કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છો તે જાણીને આનંદ થયો , આપને “ વિશ્વકર્મારત્ન એવોર્ડ- ૨૦૨૧ " દ્વિતીય કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ .... 

જય વિશ્વકર્મા .


SV NEWS

Shree Vishwakarma News

Chif Editor : Gajjar Umesh Kumar





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું