મોવૈયા-પડધરી ના શ્રી વિશ્વકર્મા સમાજ માટે સુવર્ણ દિવસ

મોવૈયા-પડધરી બે વર્ષ અગાઉ જોયેલું સ્વપનું સાકાર થયું
   શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ  ગ્રામ્ય વિસ્તાર  "મોવૈયા-પડધરી.  
જ્ઞાતિજનો  માટે  મહા સુદ  તેરસ  ગુરુવાર  તા 25/02/2021  "શ્રી વિશ્વકર્મા પ્રભુજી જન્મ જયંતિ" નો દિવસ સમાજના વિકાસ માટે "સુવર્ણ દિવસ" રહ્યો હતો.પડધરી, રાજકોટ, જામનગર, મોરબી, વડોદરા, અમદાવાદ, મુંબઇ જેવા વિવિધ શહેર માં વસતા  જ્ઞાતિજનોના સહયોગ થકી "શ્રી વિશ્વકર્માદાદા" ના શુભ આશીર્વાદ અને "માં રાંદલ માતાજીની અસિમ કૃપા" થી મોવૈયા-પડધરી મંદિરની બાજુ ની ખુલ્લી જગ્યા નો પ્લોટ જે આશરે બસો આઠ ચોરસ વાર નો છે. સમાજે તેમની આજે ખરીદી કરી હતી. અને તેનો "દસ્તાવેજ" આજ રોજ સબ રજીસ્ટર કચેરી પડધરી ખાતે નોંધાવવા માં આવ્યો હતો.

   જેમાં પ્રમુખ શ્રી ભરતભાઇ કડેચા, સલાહકાર શ્રી દામજીભાઈ અઘેરા, સમિતિના સભ્યો શ્રી નિલેશભાઈ ધ્રાંગધરીયા, શ્રી અશોકભાઈ ધ્રાંગધરીયા, શ્રી કિશોરભાઈ બકરાણીયા, શ્રી સુભાસભાઈ પંચાસરા, શ્રી વિનોદભાઈ ઘોરેચા, શ્રી રવિભાઈ ધ્રાંગધરીયા વગેરે હાજર રહ્યા હતા.
  પડધરી જ્ઞાતિજનોએ બે વર્ષ પહેલાં જોયેલું સપનું આજે સાકાર થયું હતું. જેથી પડધરી તાલુકાના જ્ઞાતિ જનો માટે આજનો દિવસ સુવર્ણ દિવસ રહ્યો હતો. આ "જગ્યા" ની ખરીદી માં સહયોગી સર્વે દાતાશ્રીઓના તન,મન,અને,ધન થકી મંદિરની જગ્યામાં વધારો કર્યો છે . ત્યારે આ તકે શ્રી "ગુર્જર સુથાર જ્ઞાતિ" ગ્રામ્ય વિસ્તાર મોવૈયા-પડધરી તાલુકાના સર્વે જ્ઞાતિજનો સાથે પ્રમુખ શ્રી ભરતભાઇ કડેચા તથા સલાહકાર શ્રી દામજીભાઈ અઘેરા તેમજ સર્વે કમિટી મેમ્બર સર્વે દાતા શ્રીઓ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
માહિતી : શ્રી ભરતભાઈ કડેચા

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું