શ્રી વિશ્વકર્મા સમાજના યોગાગુરુ શ્રી કશ્યપભાઈ ગજ્જર

 ગુજરાત રાજ્યના આદરણીય ચેરમેન યોગા સેવક શ્રી શિશપાલજી દ્વારા સન્માનિત 
   આજ દુનિયા આખી ભારત દેશ ને વિશ્વગુરુ બનવા સામે જોઈ રહી છે, ત્યારે ભારતે પણ પોતાની પ્રાચીન પરંપરા દુનિયા ને આપી છે. અને દુનિયા આખી સુખી થાય તેવી ઈચ્છા રાખી છે. દુનિયા આખી ભારત ને યોગા ગુરુ તરીકે ઓળખવા લાગી છે ! આ યોગા અભ્યાસ માં શ્રી વિશ્વકર્મા સમાજનો પણ ફાળો રહેલો છે. શ્રી વિશ્વકર્મા સમાજના અને જેમને યોગાગુરુ ની પદવી થી સન્માનિત કરેલ છે એ ગુર્જર સુથાર સમાજ ના શ્રી કશ્યપભાઈ મહેશભાઈ ગજ્જર છેલ્લા ઘણા સમયથી ગુજરાત ની અલગ અલગ જગ્યાએ યોગા અભ્યાસ કરાવે છે. હાલમાં ગાધીનગર ખાતે વર્ષ 2015 થી સિધ્ધાર્થ મેરીકલ્સ શાળા માં કોમ્યુટર ટીચર/ યોગા ટીચર અને  એડમીની સ્ટ્રેટીવ ઓફિસર તરીકે કાર્યરત છે.
  શ્રી કશ્યપભાઈ ની ગુજરાત રાજ્ય દ્વારા માર્ચ 2020 માં યોગા કોચ તરીકે નિમણુક કરવામાં આવી જેમાં કોરોના કાળ દરમ્યાન 145 લોકોને ઓનલાઈન ના માધ્યમ થી નિશુલ્ક યોગા તાલીમ આપવામાં આવી હતી, અને લોકડાઉન બાદ 80 લોકોને જુદી જુદી જગ્યા ઉપર યોગા ની તાલીમ આપવામાં આવી જેમનો ઉદેશ્ય લોકો યોગા વિષે જાણે અને યોગા પ્રત્યે જાગૃત થાય અને લોકોને સારૂં સ્વાથય પ્રદાન થાય આવા સારા કાર્યને બિરદાવા માટે ગુજરાત રાજ્યના આદરણીય ચેરમેન યોગા સેવક શ્રી શિશપાલજી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
   આપણે શ્રી કશ્યપ મહેશભાઈ ગજ્જર ને સાચા અર્થ માં સ્વાસ્થ્ય પ્રદાન કરવા વાળા કોરોના વોરીયર્સ કહેશું તો કોઈ અતિસય યુક્તિ નહિ કહેવાય



===========================



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું