શ્રી વિશ્વકર્મા મંદિર ના દર્શન કરવાનો મોકો મળ્યો.
થોડા સમય પહેલે રાજકોટ
ની શુભેચ્છા મુલાકાત લીધી, જેમાં સમાજ ના અગ્રણીઓ સાથે મુલાકાત અને દિવાનપરા
મેઈનરોડ પર આવેલ શ્રી ગુર્જરસુથાર જ્ઞાતિ ના શ્રી વિશ્વકર્મા મંદિર ના દર્શન
કરવાનો મોકો મળ્યો. સૌ પ્રથમ શ્રી વિશ્વકર્મા દાદા ના મંદિર ના દર્શન કરવાનો લાભ
મળ્યો, મંદિર નો ભવ્ય નજરો જોવા માટે શ્રી વિશ્વકર્મા સમાજ ના દરેક વ્યક્તિ ને એક
વાર રાજકોટના દિવાનપરા મેઈનરોડ પર આવેલ આ મંદિર ની મુલાક્ર્ત અવશ્ય લેવી જોઈએ.
ઉગતા સૂર્ય ની સાથે દાદા ના મંદિર ના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. હાલ કોરોના મહામારી
ની અસર મંદિરો માં પણ જોવા મળી અને શ્રી વિશ્વકર્મા સમાજ એ આ કોરોના મહામારી હરાવી
એ પણ જોયું, મંદિર માં દાદા સામે આજે પણ ઘંટ નાદ થાય છે, જેમાં સમાજના જ બે
નવજુવાનો શ્રી હરિકૃષ્ણભાઈ અડીએચા અને શ્રી આશિષભાઈ સંચાણીયા એ સાથે મળી સેંસર વાળો ઘંટ
બનાવ્યો છે જેમાં ઘંટ ને અડકવાની જરૂર નથી પડતી પણ દુરથી સામે હાથ રાખવાથી
ઓટોમેટીક ઘંટનાદ થવા લાગે છે, કદાચ આ સીસ્ટમ નો ઉપયોગ રાજકોટ માં (મારું માનવું છે
ગુજરાત માં) પ્રથમ વખત થયો હશે,
સાથે સાથે શ્રી વિશ્વકર્મા સમાજ ના પ્રમુખશ્રી
રસિકભાઈ બદ્ર્કિયા તથા ઉપપ્રમુખ શ્રી કાન્તીભાઈ તલસાણીયા અને સમાજ ટ્રસ્ટી શ્રી
મુકેશભાઈ વડગામા તથા શ્રીચેતનભાઈ ભારદીયા સાથે મળવાનો મોકો મળ્યો. રાજકોટ માં થતા સમાજ ના કાર્યક્રમો ની
જાણકારી પણ મેળવી. સમાજ ના પ્રમુખ શ્રી રસીકભાઈ એ જણાવ્યું કે અત્યારે ઠંડી ની
સીજન ચાલે છે જેથી સમાજવાડીમાં સમાજ ના લોકો માટે અડદિયા બનવાનું કામ ચાલે છે જેથી
સમાજ ના લોકોને રાહતદરે અડદિયા મળી શકે, આ અડદિયા અત્યાર સુધી ૩૦૦૦ કિલો જેટલું
વેચાણ કરી ચુક્યા છે.
ત્યાર બાદ અમે મુલાકાત એ પહોચ્યા શ્રી ગુર્જરસુથાર સમાજ ના યુવા અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ એવા શ્રી યોગીનભાઈ
છીનીયારા પાસે, શ્રી યોગીનભાઈ સમાજ ના કાર્યો માં હમેશા તત્પર રહેતા હોય છે સાથે
સાથે શ્રી ગુર્જર સુથાર કન્યા છાત્રાલય નો કાર્યભાર પણ સંભાળે છે, અને ખેલકુદ જેવી રમત અને ક્રિકેટ માં પણ સારી રૂચી ધરાવે છે અને સમાજ ના બાળકો ને પ્રોત્સાહિત પણ કરે
છે
મુલાકાત કરી શ્રી વિશ્વકર્મા સમાજ એવા એવા કારીગર જેમને બનાવેલા નમુના બેજોડ હોય છે, રાજકોટ માં રહેતા શ્રી મુકેશભાઈ આસોડિયા એ, અવનવા મોડેલ બનાવી અને લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા છે, મોડેલ માં કાર, ટ્રક, એસ.ટી. બસ, અને સાથે સાથે ટ્રેન ના ઈન્જીન અને નાના મોટા મશીન ટુલ્સ ના મોડેલ બનાવ્યા છે, મુકેશભાઈ એ બનવેલા તમામ મોડેલ ચાલુ થાય તેવા હોય છે અને અમુક મોડેલ તો પેટ્રોલ થી પણ ચાલે છે, રેલ્વે ના મોટા ભાગના ઈન્જીન બનાવી ચુક્યા છે
શ્રી વિશ્વકર્મા દાદા ના મંદિર નો સેંસર વાળો ઘંટ
=========================







