રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા વિશ્વકર્મા ગ્રુપ ના સહયોગથી અબોલા પ્રાણીઓ માટે સેવા ની સરવાણી

 રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા વિશ્વકર્મા ગ્રુપ ના સહયોગથી

સેવા એજ તેમનું જીવન

          વિશ્વકર્મા ગ્રુપ દ્વારા ઠંડીની ઋતુમાં   શ્વાનો માટે લોખંડના મજબૂત ઘર જે ફોલડિગ બનાવેલ છે જ્યારે તે ઘર નો ઉપયોગ હોય ત્યારે નટબોલટ થી ફીટ કરી શકાય, તેવી. રીતે બનાવવામાં આવેલ છે                                                                       

         કહેવાય છે કુતરાઓ મનુષ્યના પરમમિત્ર અને વફાદાર પ્રાણી છે, તે માનવ વસ્તી આજુબાજુ રહેતા હોય છે  શિયાળામાં ખાસ કરીને પ્રસુતિનો સમય હોવાથી તેના નાના નાના બચ્ચા ઠંડીમાં બહાર ન રહે અને તેમને ઠંડીથી રક્ષણ મળે તે હેતુ માટે શંભુભાઈ મહાદેવ ભાઈ મિસ્ત્રી દ્વારા માનવતા ભર્યું કાર્ય કરવામાં આવે છે  

        કૂતરું પોતાના માલિક પ્રત્યે ખૂબ વફદાર હોય છે. તેમજ તેને ટ્રેનિંગ આપવામાં આવે તો તે ઘણાં કામ પણ કરી શકે છે, તે એક લાગણીશીલ પ્રાણી છે. બાળકો ને નાના ગલુડીયા  સાથે રમવાનું ખૂબ જ ગમે છે. તે બાળકો ને ખૂબ લાડ લડાવે છે અને બાળકો સાથે મજાથી રમે પણ છે. ઘરે ખાવાનું મળી રહે ત્યાં રહેવાનું પસંદ કરે છે. માદા કુતરા ને પ્રસ્તુતિ સમયે લોટનો શીરો કરીને ખવડાવનારી બહેનો રીત આપણે ત્યાં હજુ પણ છે. 

શંભુભાઈ મહાદેવ ભાઈ મિસ્ત્રી દ્વારા બનવેલા ઘરમાં નાના બચ્ચા ને  ઠંડી થી રક્ષણ આપે છે આ હેતુથી રોટરી ક્લબ ઓફ હળવદ  દ્વારા હળવદ શહેર તથા ધાંગધ્રા માં પણ વિશ્વકર્મા ગ્રુપ દ્વારા આવા ઘર બનાવી મુકવામાં આવેલ

ગૌતમભાઈ નટવરલાલ લુહાર તરફ થી વિનામૂલ્યે મંજુરી કામ કરી આપેલ

સૌજન્ય  મેહુલ ટેલીકોમ હળવદ ભાવેશગીરી દોલતગીરી ગોસ્વામી

માહિતી : શંભુભાઈ મહાદેવ ભાઈ મિસ્ત્રી ( ધાંગધ્રા )

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું