વિશ્વકર્મા સમાજ માં કલાકારીગરી શીખવી પડતી નથી //વેસ્ટ માંથી બેસ્ટ બનાવે છે /

કહેવત છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે તેવી રીતે વિશ્વકર્મા સમાજ માં કલાકારીગરી શીખવી પડતી નથી. એમનું ઉદાહરણ છે શ્રી વિશ્વકર્મા સમાજના જીતેન્દ્રભાઈ ભાણજીભાઈ મિસ્ત્રી. ગામ નાલોટ તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા ના જે વેસ્ટ માંથી બેસ્ટ બનાવે છે . જે નાના રમકડા ના ટેકટર બનાવે છે . આ ટ્રેક્ટર આબેહૂબ જેવા લાગતા હોય છે . તેમણે પહેલેથી જ અવનવી વસ્તુ બનાવવાનો શોખ છે . જે ટ્રેક્ટર બનાવવામાં વેસ્ટ બચતા લાકડાના ટુકડા પતરું તથા વાયર ઉપયોગથી બનાવે છે . પોતાનું કામ કર્યા પછી ફ્રી બચતા ટાઈમ માં આ કામ કરે છે. એક સાથે ૫૦ થી ૬૦ ટ્રેક્ટર નું કામ એકસાથે ઉપાડેલ છે . અને બેથી અઢી મહિનામાં પૂરું પણ કરી નાખે છે . આ વસ્તુ બનાવવા માટે તેની પાસે કોઈ ખાસ મશીનરી પણ હોતી નથી. તમામ કામ તે જાતે કરે છે .  આ ટ્રેક્ટર બનાવથી લઈ કલરકામ સુધીનું તમામ કામ પોતે જાતે કરે છે . આ વસ્તુ બહુ ઝીણવટથી બનાવે છે . બાળકોને રમકડાંઓ વાગી ન જાય તેની પણ ખાસ કાળજી રાખે છે . આ ટ્રેક્ટર એવા આબેહૂબ  બને છે કે ક્યાં વેચાણ પણ કરવા જવું નથી પડતું . મોટાભાગના સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાઈ જાય છે.














ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું