કચ્છી સાહિત્ય મંડળ દ્વારા ઓનલાઈન કચ્છી મુશાયરો અને પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાશે.


કચ્છી સાહિત્ય મંડળ દ્વારા ઓનલાઈન કચ્છી મુશાયરો અને પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાશે.

                ભુજ. કચ્છી સાહિત્ય મંડળ કચ્છીભાષાના પ્રસાર પ્રચાર અને પ્રકાશન ક્ષેત્રે હમેશાં સક્રિય રહ્યું છે. ત્યારે દર વર્ષે યોજાતું કચ્છી નવું વર્ષ 'આષાઢી બીજ', આ વર્ષે સંજોગોવશાંત ઉજવી શકાયું નહીં. જે હવે તા. ૧૫-૦૭ના સાંજે ૫ કલાકે ઓનલાઈન મુશાયરો અને પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાશે.

તા.૧૫-૦૭,બુધવારના સાંજે પાંચ કલાકે કચ્છ અને બૃહદ કચ્છના નામાંકિત સર્જકો પોતાની સ્વરચિત કચ્છી કૃતિઓનું પઠન કરશે. જેમાં શ્રી જયંતી જોશી શબાબ’, વ્રજ ગજકંધ, ડૉ.કાન્તિભાઈ ગોર કારણ’, મદનકુમાર અંજારિયા ખ્વાબ’, પબુ ગઢવી પુષ્પ’, રવિ પેથાણી તિમિર’, રસિક મામતોતા, લાલજી મેવાડા સ્વપ્ન’, ગૌતમ જોશી, કૃષ્ણકાન્ત ભાટિયા કાન્ત’, હરેશ દરજી કસબી’, દીપક શેઠિયા ચિંતન’, જયુ ભાનુશાલી જયુ’, દીપક નંદા, અને મોહનલાલ જોશી કાવ્ય પઠન કરશે. જ્યારે પદ્મશ્રી નારાયણ જોશી 'કારાયલ' અને જાણીતા ઉદ્યોગપતિ અને કચ્છી સાહિત્ય મંડળના રાહબર-દાતા જગદીશભાઈ ગોરી (ગોવા) ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમ ગૂગલ મીટ એપ પરથી પસારણ કરવામાં આવશે જ્યારે કાર્યક્રમથી પંદર મિનિટ અગાઉ તેની લિંક મોકલવામાં આવશે.

જ્યારે ડૉ. રમેશ ભટ્ટ 'રશ્મિ' દ્વારા શ્રીમદનકુમાર અંજારિયા 'ખ્વાબ'ની કવિતાઓનું કચ્છીભાષામાં અનુવાદિત પુસ્તક 'સમક્ષ' અને ડૉ.મંજૂલા ભટ્ટ 'યાચના' દ્વારા લિખિત કચ્છી બાળનાટક સંગ્રહ 'ગભૂરેંજા નાટક' નું વિમોચન કરવામાં આવશે.

 

સાંપ્રત સમય સાથે તાલ મેળવતા મંડળના પ્રમુખ લાલજી મેવાડા 'સ્વપ્ન'ના ઘનિષ્ઠ પ્રયાસોથી 'વાણીજી વતર-ભાગ-૧' ને ઈ-બૂક સ્વરૂપે નેટ પર મૂકવામાં આવી, જે કચ્છીસાહિત્યની પ્રથમ ઈ-બૂક હોવાનું માની શકાય. જેને સારો આવકાર મળી રહ્યો છે. ત્યારે કચ્છી-હિન્દી પહલા પુસ્તક' લે. વકીલ લાલજી નાનજી જોશી (નલિયા) પુસ્તકને પણ તે સમયે નેટ પર મૂકવામાં આવશે. જેની લિંક કાર્યક્રમમાં પોસ્ટ કરવમાં આવશે. તેમજ આ બંને પુસ્તકોની તેની લિંક 'લાલજી મેવાડા સ્વપ્ન' નામના બ્લોગ પરથી મેળવી શકાશે. સમયાંતરે અન્ય કચ્છી સાહિત્યને ઈ-બૂક સ્વરૂપે નેટ પર મૂકવામાં આવશે.

આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન મંડળના પ્રમુખ લાલજી મેવાડા સ્વપ્નસંભાળશે અને ઓનલાઈન મેનેજમેન્ટ સેવામાં મનીષ મેવાડા અને અજય મેવાડા સાથ આપશે.

લાલજી મેવાડા સ્વપ્ન


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું