રાજકોટ, તા. 10 સપ્ટેમ્બર, 2026: રાજકોટની શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળના ટ્રસ્ટી તેમજ વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રી ભરતભાઈ ખારેચાનું WhatsApp એકાઉન્ટ ગઠિયાઓ દ્વારા હેક કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાને પગલે તેમના સંપર્કમાં રહેલા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, તા. 10 સપ્ટેમ્બર, 2026ના રોજ શ્રી ભરતભાઈ ખારેચાનું WhatsApp કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હેક કરવામાં આવ્યું છે. હેકર્સ દ્વારા તેમના WhatsApp નંબર પરથી તેમના સંપર્કમાં રહેલા લોકોને મેસેજ મોકલવામાં આવી શકે છે. ખાસ કરીને આમંત્રણ પત્રિકા અથવા અન્ય કોઈ બહાને APK ફાઈલ મોકલવામાં આવે તો તેને ભૂલથી પણ ખોલવી કે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવી નહીં તેવી ચેતવણી આપવામાં આવી છે.
આ પ્રકારની APK ફાઈલમાં હાનિકારક સોફ્ટવેર અથવા વાયરસ હોઈ શકે છે, જેના કારણે મોબાઈલની સુરક્ષા જોખમાઈ શકે છે અને વ્યક્તિગત માહિતી, ફોટા, સંપર્કો તથા અન્ય મહત્વપૂર્ણ ડેટા પર ગેરકાયદેસર રીતે પહોંચ મેળવવાનો પ્રયાસ થઈ શકે છે. તેથી શ્રી ભરતભાઈ ખારેચાના નંબર પરથી શંકાસ્પદ લિંક, APK ફાઈલ કે અજાણ્યો મેસેજ મળે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દેવા અને અન્ય લોકોને પણ તેની જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
શ્રી ભરતભાઈ ખારેચા રાજકોટમાં શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે તેમજ વિવિધ સામાજિક કાર્યોમાં સક્રિય રીતે જોડાયેલા છે. તેમના નામે મોકલાતા કોઈપણ શંકાસ્પદ મેસેજ અંગે સાવચેતી રાખવી જરૂરી છે.
આ અંગેનો અહેવાલ શ્રી રસિકભાઈ બદ્રકીયા, પ્રમુખશ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, રાજકોટ દ્વારા આપવામાં આવ્યો છે.
0 ટિપ્પણીઓ
તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો