અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર, 2026: અમદાવાદ ખાતે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુવક સંઘના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ દેવળિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી સમાજના આગેવાનો શ્રી ઘનશ્યામભાઈ વણોદિયા, શ્રી પ્રફુલભાઈ સુરેલિયા તથા શ્રી સુનિલભાઈ વડગામા સાથે ગેરસમજ સર્જાઈ હતી. આ ગેરસમજને દૂર કરવા માટે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર, ભુલાભાઈ ચાર રસ્તા પાસે, અમદાવાદ ખાતે સૌ સાથે મળી બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન પરસ્પર ચર્ચા અને સમજણ દ્વારા જૂની ગેરસમજ દૂર કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ભરતભાઈ દૂદકિયા પણ જોડાયા હતા. બેઠકમાં સમાજના હિત અને એકતાને પ્રાથમિકતા આપીને હવે પછી સમાજના તમામ કાર્યો સાથે મળીને કરવાની સહમતી વ્યક્ત કરવામાં આવી હતી. આગેવાનોએ પરસ્પર સહકાર, એકતા અને સંવાદ જાળવી સમાજના વિકાસ માટે કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો.
રીપોર્ટ: શ્રી ધર્મેન્દ્રભાઈ દેવળિયા, પ્રમુખ, શ્રી ગુર્જર સુથાર યુવક સંઘ, અમદાવાદ.
0 ટિપ્પણીઓ
તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો