શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ-રાજકોટની સામાન્ય સભાનું આયોજન..


રાજકોટની શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા જ્ઞાતિજનો માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 27/09/2026 ને રવિવાર ના રોજ સાંજે 7 વાગ્યે દીવાનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર, શ્રી વિશ્વકર્મા પ્રભુજી માર્ગ, રાજકોટ ખાતે સભા યોજાશે. સભામાં ગત મિટિંગની મિનિટ્સનું વાંચન તથા બહાલી, વર્ષ 2025-26ના હિસાબોની રજૂઆત અને બહાલી, વર્ષ 2025-26 માટે ઓડિટરની નિમણૂક તેમજ સૂચિત બજેટની રજૂઆત અને બહાલી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમુખસ્થાનેથી રજૂ કરવામાં આવતા અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા થશે. જ્ઞાતિના તમામ સભ્યોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. 

દિવ્યભાસ્કર Date : 12/09/2026

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ