શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ દ્વારા ઇનામ વિતરણ અને શિષ્યવૃત્તિ સમારંભનું આયોજન
અમદાવાદ: શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજની વિવિધ સહભાગી સંસ્થાઓ અને ગ્રુપોના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૨૬ના ઇનામ વિતરણ તથા શિષ્યવૃત્તિ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે યોજાનારા આ સમારંભનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતના ગુર્જર સુતાર જ્ઞાતિના સંસ્થાઓના પ્રમુખ-મંત્રીશ્રીઓ, કારોબારી સભ્યો, દાતાશ્રીઓ તથા જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સમારંભના આયોજનમાં પ્રમુખશ્રી તરીકે શ્રી ધર્મેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ દેવળીયા, માનદ્ મંત્રીશ્રી તરીકે શ્રી મુકેશભાઈ બિહારીલાલ સચાણીયા તથા શિક્ષણમંત્રીશ્રી તરીકે શ્રી વનમાળીભાઈ વિઠ્ઠલભાઈ કળસારા જવાબદારી સંભાળી રહ્યા છે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શ્રી ઘનશ્યામભાઈ નારણભાઈ વણોદિયા, શ્રી હરી કન્સ્ટ્રક્શન પ્રા. લી. તથા વેજલપુરના પૂર્વ પ્રમુખ, ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમાજના વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, અધ્યક્ષ, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ; શ્રી ઉન્મેશભાઈ વાસુદેવભાઈ મિસ્ત્રી (સુરેલીયા), ડાયરેક્ટર, સુપરનોવા એન્જિનીયર લી. તથા નીક્સીનોવા મોટર પ્રા.લી. ઓડી-અમદાવાદ; શ્રી ગાર્ગીક રમેશભાઈ છનીયારા, રાજ કન્સલટન્ટ, એજ્યુકેશનલિસ્ટ એન્ડ કેરીયર પ્લાનર તથા શ્રી ડૉ. નિલકંઠ એમ. સુથાર, M.S., હાલ કેન્સર વિભાગ, સિવિલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.
અતિથિ વિશેષ તરીકે શ્રીમતી જોલી નરેશભાઈ જોલાપરા (ગજ્જર), ડે. કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્ષ રેન્જ-૪, અમદાવાદ; શ્રીમતી ભાનુબેન કિશોરભાઈ ગજ્જર, પૂર્વ પ્રમુખ, વિશ્વકર્મા સહિયર ગ્રુપ; શ્રી સાવનભાઈ મનસુખભાઈ પાટણવાડીયા, શ્રી વનિતભાઈ ડી. માંડવીયા, શ્રી અલ્પેશભાઈ ધોળકીયા, શ્રી કલ્પેશભાઈ ઘનશ્યામભાઈ બોરસાણીયા, શ્રી વિજયભાઈ ભક્તિભાઈ જોલાપરા તથા શ્રી ડૉ. હાર્દિકભાઈ ભાડેશીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આ આયોજનમાં પાલડી, સરખેજ, હાથીજણ, ઈસનપુર, વસ્ત્રાલ, ન્યુ મણિનગર સહિતના વિસ્તારોની વિવિધ ગુર્જર સુતાર સમાજ સંસ્થાઓ અને ગ્રુપો સહભાગી બન્યા છે. શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો તથા શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવનાર હોવાથી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને પ્રોત્સાહન વધારવાના આ પ્રયાસને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

0 ટિપ્પણીઓ
તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો